✕

મારે છેલ્લી વાર દ્વારકાધીશનાં દર્શન કરવાં છે એવી ઇચ્છા વ્યક્ત કરનાર બીમાર બાને પથારી સાથે પરિવારજનો જગતમંદિર

24 October, 2026 08:16 PM IST  |  Jamnagar | Gujarati Mid-day Correspondent

શરીર સાથ આપતું નહોતું પરંતુ મન સતત દ્વારકાના જગતમંદિરમાં બિરાજમાન દ્વારકાધીશનાં ચરણોમાં લાગેલું હતું. આ માજીએ લાંબી બીમારી વચ્ચે પરિવારજનો સામે એક ઇચ્છા વ્યક્ત કરી કે હું ઊભી તો થઈ શકું એમ નથી, પરંતુ મારે એક વાર નજરોનજર દ્વારકાધીશનાં દર્શન કરવાં છે.

પથારીવશ બાને દ્વારકાધીશનાં દર્શન કરાવ્યાં

જામનગરમાં એક વયોવૃદ્ધ મહિલા લાંબા સમયથી બીમારીને કારણે સંપૂર્ણ પથારીવશ છે. શરીર સાથ આપતું નહોતું પરંતુ મન સતત દ્વારકાના જગતમંદિરમાં બિરાજમાન દ્વારકાધીશનાં ચરણોમાં લાગેલું હતું. આ માજીએ લાંબી બીમારી વચ્ચે પરિવારજનો સામે એક ઇચ્છા વ્યક્ત કરી કે હું ઊભી તો થઈ શકું એમ નથી, પરંતુ મારે એક વાર નજરોનજર દ્વારકાધીશનાં દર્શન કરવાં છે. સ્વજનના મુખેથી આવી વાત સાંભળીને પરિવાર ભાવુક થઈ ગયો. પરિવારે બાની આ ઇચ્છા કોઈ પણ રીતે પૂરી કરવાનો નિર્ણય કર્યો. બા પથારીમાંથી ઊભાં થઈ શકે એમ ન હોવાથી તેમને બેડ સાથે જ જામનગરથી દ્વારકા લાવવામાં આવ્યા. અહીં દ્વારકાધીશ મંદિરમાં તેમને પલંગ સાથે જ દર્શન કરાવવા લઈ જવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. અમેઝિંગ દ્વારકા નામના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર આ માજીને દ્વારકાના મંદિરે લઈ ગયા હોય એવી વિડિયો-ક્લિપ શૅર કરવામાં આવી હતી.

dwarka jamnagar darshan social networking site social media national news offbeat news gujarat news