30 January, 2026 11:51 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં કેટલાક બદમાશોએ એક યુવક સાથે થયેલી બોલાચાલીમાં તેની મારપીટ કરવાનું શરૂ કરી દીધું અને એ મારઝૂડ એટલી વણસી ગઈ કે યુવકની હાલત ગંભીર થઈ ગઈ. ૩ બદમાશોએ ભેગા મળીને પેલા યુવકને પકડ્યો અને પછી પ્રેશર મશીનનો પમ્પ તેના પ્રાઇવેટ પાર્ટમાં ઘુસાડી દીધો. મળદ્વારથી અંદર ખૂબ પ્રેશરથી હવા ભરવાને કારણે આંતરડાં સહિત તેના આંતરિક અવયવો ડૅમેજ થઈ ગયા અને તે બેભાન થઈ ગયો. બદમાશો યુવકને મરી ગયેલો સમજીને તેને રસ્તામાં જ છોડી ગયા. આ યુવકને બેભાન જોઈને કેટલાક લોકોએ તેને મદદ કરી અને પરિવારજનોને જાણ કરીને હૉસ્પિટલમાં પહોંચાડ્યો હતો. યુવકની જુબાની પર ત્રણેય આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા.