‘વેટિકન સિટી’માં પધાર્યાં દુર્ગામા

25 September, 2022 10:07 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

દર વર્ષે નવી થીમનું ડેકોરેશન કરતી શ્રી ભૂમિ સ્પોર્ટિંગ ક્લબ દ્વારા આ વર્ષે ‘વેટિકન સિટી’ થીમ આધારિત પૂજા-પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે

‘વેટિકન સિટી’માં પધાર્યાં દુર્ગામા

પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજાની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. આમાં કલકત્તાની દુર્ગાપૂજા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. કલકત્તામાં દર વર્ષે જુદી-જુદી થીમ પર આધારિત પંડાલ તૈયાર કરવામાં આવે છે, જે પોતાની રીતે જ એકદમ અનોખા અને નવા છે.

દર વર્ષે પંડાલથી માંડીને દુર્ગામાતાની મૂર્તિ સુધી દરેક નવી થીમના આધારે તૈયાર કરાય છે. દર વર્ષે નવી થીમનું ડેકોરેશન કરતી શ્રી ભૂમિ સ્પોર્ટિંગ ક્લબ દ્વારા આ વર્ષે ‘વેટિકન સિટી’ થીમ આધારિત પૂજા-પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. કલકત્તાના બિધન્નાર ખાતેની શ્રી ભૂમિ સ્પોર્ટિંગ ક્લબ આ વર્ષે ૫૦ વર્ષ પૂરાં કરી ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી કરી રહી છે.  

ક્લબના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના ફાયર ઍન્ડ ઇમર્જન્સી સર્વિસિસ ખાતાના પ્રધાન સુજિત બોઝે જણાવ્યું કે ‘વેટિકન સિટીમાં સેન્ટ પીટર બેસિલિકા વિશે લગભગ પ્રત્યેક જણે સાંભળ્યું હશે, પરંતુ ઘણા ઓછાએ એની મુલાકાત લીધી હશે. આ વર્ષે દુર્ગાપૂજામાં વેટિકન સિટી થીમ આધારિત પંડાલ તૈયાર કરીને અમે એ તમામની ઇચ્છા પૂરી કરવાનો પ્રયાસ કર્યો છે. લગભગ ૧૦૦ કલાકારોએ ૬૦ દિવસની મહેનતથી આ પંડાલ તૈયાર કર્યો છે. ગયા વર્ષનો પંડાલ બુર્જ ખલીફાની થીમ પર આધારિત હતો. પંડાલમાં ગિરદીના સમયે અંધાધૂંધી ન સર્જાય એ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.’ 

offbeat news national news kolkata durga puja