બોલો, બટાટા પણ કરવા માંડ્યા ચક્કાજામ

25 January, 2022 01:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હજી થોડા સમય પહેલાં કૅલિફૉર્નિયામાં દરિયાઈ સિંહને બચાવવાના કાર્યમાં વાહનચાલકોને મુશ્કેલી પડી હતી અને એમાં હાઇવે-જૅમ સર્જાયો હતો.

બોલો, બટાટા પણ કરવા માંડ્યા ચક્કાજામ

આપણે ત્યાં ખેડૂતો ઘણી વખત સારો બજારભાવ ન મળવાને કારણે પોતાનાં ફળ અને શાકભાજીને રસ્તા પર ફેંકી જાય છે, પરંતુ અમેરિકાના મિનેસોટામાં આવેલા ઇન્ટર સ્ટેટ હાઇવે  ફ્રોજન બટાટાને કારણે ચાર કલાક સુધી હાઇવે જૅમ રહ્યો હતો. અહીં એક બટાટા લઈ જતી ટ્રકને અકસ્માત નડતાં બટાટા રસ્તા પર વેરાયા હતા. વળી તાપમાન માઇનસ ૧૩ ડિગ્રી સેલ્સિયસ હોવાથી બટાટા થીજી ગયા હતા. આમ આ થીજેલા બટટાને કારણે વાહનચાલકોએ અટકવું પડ્યું હતું. હાઇવે પરથી બટાટા હટાવવા માટે વિશેષ સાધનની જરૂર હતી. તમામ બટાટાને હાઇવે પરથી હટાવાયા બાદ હાઇવેની તમામ લેન શરૂ થઈ હતી. આ ઘટનામાં કોઈ ઈજા નહોતું પામ્યું. હજી થોડા સમય પહેલાં કૅલિફૉર્નિયામાં દરિયાઈ સિંહને બચાવવાના કાર્યમાં વાહનચાલકોને મુશ્કેલી પડી હતી અને એમાં હાઇવે-જૅમ સર્જાયો હતો.

offbeat news