09 November, 2026 09:16 PM IST | Dubai | Gujarati Mid-day Correspondent
૬.૫ કિલોના ૨૧૩ સોના અને હીરાના દાગીનાથી બની રંગોળી
દિવાળીમાં ઘરના આંગણે રંગબેરંગી રંગોળી માટે લોકો ચારોળી, ફૂલો, શાકભાજી કે અનાજનો ઉપયોગ કરતા હોય એ તો સામાન્ય છે, પરંતુ દુબઈના એક મૉલમાં સોના-હીરાની રંગોળી કરવામાં આવી છે. આ રંગોળીમાં સોનાના દાગીના વાપરવામાં આવ્યા છે. ૬.૫ કિલો વજનની આ લક્ઝરી રંગોળીનો શાહી અંદાજ જોઈને ભલભલા દંગ રહી ગયા છે. દુબઈના સિટી સેન્ટર ડીરામાં જ્વેલરી બ્રૅન્ડ દમાસે આ રંગોળી બનાવી છે. એમાં ટ્રેડિશનલ ભારતીય રંગોળીને લક્ઝરી અંદાજમાં રજૂ કરવામાં આવી છે. એમાં સોના અને હીરામાંથી બનેલી જ્વેલરીઓની ગોઠવણી કરીને એક મનમોહક ડિઝાઇન બનાવી છે. એમાં મોંઘા સ્ટોન્સ પણ વાપરવામાં આવ્યા છે. ભારેખમ વજનની આ રંગોળીને ગોલ્ડન રંગોળી નામ આપવામાં આવ્યું છે. નાની-મોટી ૨૧૩ જ્વેલરી એમાં ગોઠવવામાં આવી છે. ૧૦ કારીગરોએ ૧૬ કલાકની મહેનતે આ ગોલ્ડન રંગોળી તૈયાર કરી છે.