આ ડેરડેવિલ ડ્રાઇવર ખરેખર છે ખતરોં કા ખિલાડી

26 January, 2022 09:09 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર અત્યારે એક ડેરડેવિલ ડ્રાઇવરનો એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે

ખડકની ધાર પર કાર

સોશ્યલ મીડિયા પર અત્યારે એક ડેરડેવિલ ડ્રાઇવરનો એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં આ ડ્રાઇવર એક ખડકની ધાર પર તેની કારને બૅક ટર્ન લેતો જોવા મળે છે. તેણે સહેજ પણ ભૂલ કરી હોત તો તેની કાર ખૂબ ઊંચાઈ પરથી નીચે પટકાઈ હોત. જોકે આ ડ્રાઇવરે આ અત્યંત જોખમી સ્થિતિમાં તેનું માનસિક સંતુલન જાળવી રાખ્યું હતું. તે વારંવાર રિવર્સ લઈ રહ્યો હતો ત્યારે તેની કારનાં પાછળનાં વ્હીલ્સ તો લગભગ ખડકની બહાર જતાં રહેતાં હતાં. આ વિડિયોને અત્યાર સુધી ૧.૮૦ કરોડ વ્યૂઝ મળ્યા છે. આ વિડિયો હૉન્ગકૉન્ગનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

offbeat news national news