બૅન્ગલોરમાં યોજાયો ડ્રાઇવ થ્રૂ સ્નાતક સમારોહ

08 June, 2020 10:36 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

બૅન્ગલોરમાં યોજાયો ડ્રાઇવ થ્રૂ સ્નાતક સમારોહ

સોશ્યલ મીડિયા પર આ ફોટોની ખૂબ પ્રશંસા કરી છે તો કેટલાકે ૨૦૨૦ના ક્લાસના સ્ટુડન્ટ્સ માટેનો વિશેષ પ્રસંગ કહીને આ ફોટોને બિરદાવ્યા છે

સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે આજકાલ મરણપ્રસંગ હોય કે લગ્નપ્રસંગ, બધે જ ડ્રાઇવ-થ્રૂ સમારોહનું ચલણ વધી રહ્યું છે. જોકે બૅન્ગલોરમાં આવો જ ડ્રાઇવ-થ્રૂ સમારોહ ગ્રૅજ્યુએશન સેરેમની માટે યોજાયો હતો. પરંપરાગત કાળો ગાઉન પહેરીને હૅટ ઉછાળીને સ્નાતકની ડિગ્રી મેળવ્યાની ખુશી વ્યક્ત કરવી હાલના દિવસોમાં સંભવ નથી એટલે બૅન્ગલોરની એક સ્કૂલે નવી રીતે ગ્રૅજ્યુએશન સેરેમની ઊજવી છે. સ્કુલના સ્ટુડન્ટ્સે કારની સવારી કરીને તેમની ડ્રાઇવ-થ્રૂ ગ્રૅજ્યુએશન સેરેમની ઊજવી છે.
બૅન્ગલોરની સીઆઇએસ સ્કૂલના સ્ટુડન્ટ્સ અને તેમના વાલીઓ કારમાં શાળાના ફુટબૉલ ગ્રાઉન્ડમાં ચક્કર મારતા હતા અને પસાર થતી દરેક કારમાં સ્ટુડન્ટ્સ તેમનું સર્ટિફિકેટ મેળવતા હતા અને ટીચર્સ હર્ષનાદ કરીને તેમને પ્રોત્સાહિત કરતા હતા. આ સેરેમનીના ફોટો ફેસબુક પર અપલોડ કરીને સ્કૂલે લખ્યું છે કે હાલના સમયમાં સૌથી સુંદર ગ્રૅજ્યુએટ સેરેમનીનું આયોજન. ફેસબુક પર અપલોડ કરાયેલા ફોટોમાં કેટલાક સ્ટુડન્ટ્સના ડિગ્રી સાથેના ફોટો છે તો કેટલાકમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને સ્ટુડન્ટ્સને ડિગ્રી સર્ટિફિકેટ આપતા ટીચર્સ જોવા મળે છે.
સોશ્યલ મીડિયા પર આ ફોટોની ખૂબ પ્રશંસા કરી છે તો કેટલાકે ૨૦૨૦ના ક્લાસના સ્ટુડન્ટ્સ માટેનો વિશેષ પ્રસંગ કહીને આ ફોટોને બિરદાવ્યા છે.

bengaluru national news offbeat news