ડૉનલ્ડ ટ્રમ્પ બેબી બલૂન બ્લિમ્પ લંડનના મ્યુઝિયમમાં સ્થાન પામશે

21 January, 2021 08:26 AM IST  |  Mumbai | Mumbai correspondent

ડૉનલ્ડ ટ્રમ્પ બેબી બલૂન બ્લિમ્પ લંડનના મ્યુઝિયમમાં સ્થાન પામશે

ડૉનલ્ડ ટ્રમ્પ બેબી બલૂન બ્લિમ્પ લંડનના મ્યુઝિયમમાં સ્થાન પામશે

અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પને બાળક તરીકે દર્શાવતું એક નારંગી રંગનું બલૂન લંડનના એક મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યું છે. હિલિયમથી ભરેલા આ બ્લિમ્પની ખરીદી માટે ક્રાઉડફન્ડિંગ દ્વારા ભંડોળ ઊભું કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ આ બ્લિમ્પ ૨૦૧૮માં ડૉનલ્ડ ટ્રમ્પની લંડન મુલાકાતનો વિરોધ પ્રદર્શિત કરવા લંડનના આકાશમાં ઊડતું જોવાયું હતું. ત્યારથી આ બ્લિમ્પ આર્જેન્ટિના, ફ્રાન્સ, આયરલૅન્ડ અને ડેન્માર્ક જેવા અનેક દેશોના આકાશમાં જોવા મળ્યું હતું, એના બનાવનારાએ આ બ્લિમ્પ લંડનના મ્યુઝિયમને દાન કર્યું હતું. પોતાનો વિરોધ વ્યક્ત કરવા આ ગ્રુપે નાના કદના ડૉનલ્ડ ટ્રમ્પનાં બ્લિમ્પ્સ તૈયાર કર્યાં હતાં. વિશ્વનો પ્રવાસ કર્યા બાદ આ ટ્રમ્પ બેબી બ્લિમ્પને લંડનના મ્યુઝિયમમાં રાખવામાં આવશે. આ બ્લિમ્પ મહિલા મતાધિકારના આંદોલન, ઇરાક સામેના યુદ્ધના વિરોધમાં તેમ જ અન્ય વિરોધને પ્રદર્શિત કરતી કલાકૃતિઓ સાથે મ્યુઝિયમના વિરોધ સંગ્રહમાં સ્થાન પામશે.

international news offbeat news