કૂતરો ગળી ગયો ચમચી, માલિકને સર્જરી પાછળ થયો 32 કરોડ રૂપિયાનો ખર્ચો

11 September, 2019 03:21 PM IST  |  મુંબઈ

કૂતરો ગળી ગયો ચમચી, માલિકને સર્જરી પાછળ થયો 32 કરોડ રૂપિયાનો ખર્ચો

પ્રતીકાત્મક તસવીર

તમારા ઘરમાં જો નાનું બાળક હશે, તો તમે જોખમી વસ્તુઓ તેનાથી દૂર રાખતા હશો. પ્લાસ્ટિકની નાની વસ્તુઓ, દવાઓ, ચમચી, પ્લાસ્ટિકના નાના રમકડા તમે બાળક પાસેથી દૂર જ રાખતા હશો. સ્વાભાવિક છે કે આપણને ચિંતા હોય કે બાળક તે ગળી જશે. પણ શું તમે તમારા પાળતુ શ્વાનથી આ બધી વસ્તુઓ દૂર રાખો છો. જો નથી રાખતા તો આ કિસ્સો તમારા માટે લાલ બત્તી સમાન છે.

ચમચી, સ્ટેપલર, ખિલ્લી, અંડરવિયર, ગુંદર, ફોનનું ચાર્જર, નોટ, હીરાની વીંટી ... આ એવી વસ્તુઓ છે જેના કારણે પાલતુ કૂતરાઓએ માલિકને દોડતા કરી દીધા. આ વસ્તુઓને કારણે શ્વાન પાળનાર લોકોએ માથાના વાળ ખેંચવાનો વારો આવ્યો. વિશ્વમાં કેટલાક એવા કૂતરાઓ છે, જેમણે આ વસ્તુઓને કારણે માલિકને મુશ્કેલીમાં મૂકાવું પડ્યું.

વાત છે બૂગી નામના કૂતરાની. જેણે એક દિવસ દવા ગળતા ગળતા ચમચી જ ગળી લીધી. આખરે ચમચી કાઢવા કૂતરાની સર્જરી કરવી પડી. એબીસી ન્યૂઝના અહેવાલ પ્રમાણે આ શ્વાનની સર્જરી પાછળ 5 મિલિયન ડૉલર એટલે કે લગભગ 32 કરોડ રૂપિયાનો ખર્ચ થયો.

તો આવું જ કંઈક લુસીનો નામના કૂતરાએ કર્યું. એક દિવસ તે બીમાર પડ્યો તો તેને વેટનરી હોસ્પિટલમાં ખસેડાયા. એક્સ રે પર 300 ડોલરનો ખર્ચો કર્યા બાદ આખરે કૂતરાની બીમારીનું કારણ સામે આવ્યું. તેની બીમારીનું કારણ હતું માલિકની ખોવાયેલી એન્ગેજમેન્ટ રિંગ. આ રિંગ લુસીનો ગળી ગયો હતો.

તો ન્યૂયોર્કના ફ્રેડ નામનો કૂતરો કશું ગળી તો ન ગયો, પણ એણે એવું કંઈક ખાઈ લીધું કે તેનાથી મુસ્કેલીમાં મૂકાઈ ગયો. આ કૂતરાએ એક દિવસ મોટા પ્રમાણમાં દ્રાક્ષ ખાઈ લીધી. આ દ્રાક્ષ કૂતરા માટે ઝેરી હતી. તેનો જીવ બચાવવા તેને ઉલ્ટી કરાવવામાં આવી. આટલું પત્યું ત્યાં તેણે ચોકલેટ ખાઈ લીધી, તો ફરી તેને હોસ્પિટલમાં ખસેડાયો. અને આ ફ્રેડને કંઈને કંઈ ખાવાની એવી ઈચ્છા થતી કે એક દિવસ ગુંદરની બોટલ તો એક દિવસ ફોનનું ચાર્જર ખાઈ ગયો. આખરે જ્યારે આ બધું જ બહાર કાઢ્યું તો સર્જરીનો ખર્ચ થયો 2 લાખ 23 હજાર રૂપિયા.

આ પણ વાંચોઃ જ્યારે વિદ્યાર્થીના બેગમાંથી મળી મસમોટી ડ્રેગન ગરોળી...સ્કૂલવાળાઓના ઉડી ગયા હોશ!

બીજી તરફ સ્ટીવ નામના કૂતરાએ તો હદ જ કરી નાખી. સ્ટીવ એક દિવસમાં સેંકડો કાંકરા ગળી ગયો. ડોક્ટર્સે જ્યારે તેનો એક્સ રે રિપોર્ટ જોયો તો ચોંકી ઉઠ્યા. તેની માલિક રેબેકા પોતે પ્રાણીઓના હોસ્પિટલમાં જ નોકરી કરે છે, એટલે ઈલાજ સસ્તામાં પત્યો નહીં તો અહીં પણ મસમોટું બિલ બનતું

offbeat news hatke news