10 February, 2026 11:55 AM IST | Canada | Gujarati Mid-day Correspondent
વાઇરલ તસવીર
ડૉગ પાળવાનું પ્રમાણ કૅનેડામાં ખૂબ જ મોટી માત્રામાં જોવા મળે છે. જોકે પરિવારમાં બધા જ લોકો વર્કિંગ હોય ત્યારે પાળેલા ડૉગીને આખો દિવસ ઘરમાં એકલા રહેવું પડે છે. ઘણી વાર દિવસના સાત-આઠ કલાક પણ ડૉગીએ ઘરમાં એકાંતવાસમાં ગાળવા પડે છે કાં પછી ડૉગ માટે ખાસ કૅરટેકર રાખવો પડે છે. જોકે હવે કૅનેડામાં ડૉગીઝ માટે ડે સ્કૂલ શરૂ કરવાનું કલ્ચર આકાર લઈ રહ્યું છે. અહીં ડૉગીઝને બસમાં બેસીને નજીકમાં આવેલા ડે-કૅર સ્કૂલમાં જવા-આવવા માટે તાલીમ આપવામાં આવે છે. દિવસનો મોટા ભાગનો સમય તેઓ સ્કૂલમાં રહે છે, રમે છે, જમે છે અને નવી-નવી સ્કિલ્સ શીખે છે. અન્ય ડૉગીઝની સાથે હળવા-મળવા મળતું હોવાથી ડૉગીઝ વધુ સોશ્યલ અને શાંત બને છે.