ડૉગી કાર ચલાવતાં શીખી ગયો

10 May, 2022 11:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક દિવસ માટે ખેતરમાં ટ્રકમાં ડ્રાઇવિંગ-સીટ પર બેસીને ઘેટાં એકઠાં કરી રહેલા લેક્સીની ટેસ્ટ લેવાનો મેં નિર્ણય લીધો હતો અને આ ઘટનાનો વિડિયો ઉતાર્યો હતો. 

ડૉગી કાર ચલાવતાં શીખી ગયો

કૅમેરન ઝ્‍શેચે તેના એક વર્ષના જૅક રશેલ પ્રજાતિના ડૉગી લેક્સીનો કાર ડ્રાઇવ કરતો વિડિયો ઉતાર્યો છે, જે વિક્ટોરિયન પ્રજાતિના ઘેટાંને એકઠાં કરવા ઑસ્ટ્રેલિયાના હેમિલ્ટન શહેર નજીક આવેલા તેના ખેતરમાં એક દિવસ માટે કાર હંકારી રહ્યો હતો. 
વિડિયો ૧૫ એપ્રિલે ઉતારાયો હતો તથા કૅમેરને ૬ મેએ ઑસ્ટ્રેલિયાની સમાચાર એજન્સીને ઇન્ટરવ્યુ આપતાં જણાવ્યું હતું કે એક દિવસ માટે ખેતરમાં ટ્રકમાં ડ્રાઇવિંગ-સીટ પર બેસીને ઘેટાં એકઠાં કરી રહેલા લેક્સીની ટેસ્ટ લેવાનો મેં નિર્ણય લીધો હતો અને આ ઘટનાનો વિડિયો ઉતાર્યો હતો. 
તેણે કહ્યું કે મારા પિતાએ મને જે રીતે કાર ચલાવતાં શીખવ્યું હતું એને ધ્યાનમાં લઈને મેં કારને ફર્સ્ટ ગિયરમાં મૂકીને આઇડલ રહેવા દઈ લેક્સીને કારનું ડ્રાઇવિંગ સોંપ્યું હતું. લેક્સીએ જોકે સારી રીતે કાર હંકારીને ઘેટાંને ભેગાં કર્યાં હતાં. 

offbeat news