આ ડૉગીબહેન બની ગયા છે મિલ્યેનર, વારસામાં મળ્યા છે ૩૬ કરોડ રૂપિયા

14 February, 2021 09:38 AM IST  |  Tenesi | Gujarati Mid-day Correspondent

આ ડૉગીબહેન બની ગયા છે મિલ્યેનર, વારસામાં મળ્યા છે ૩૬ કરોડ રૂપિયા

જોની લીવર, અક્ષયકુમાર અને ક્રિશ્ના અભિષેકને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ ‘એન્ટરટેઇનમેન્ટ’ યાદ આવે એવો કિસ્સો અમેરિકાના ટેનેસી સ્ટેટના નેશવિલેમાં બન્યો છે. ત્યાં આઠ વર્ષના ડૉગી માટે તેનો માલિક ૫૦ મિલ્યન ડૉલર (અંદાજે ૩૬.૨૯ કરોડ રૂપિયા)નો વારસો મૂકતો ગયો છે. નેશવિલેના સફળ બિઝનેસમૅન બિલ ડોરિસે ફાની દુનિયામાંથી વિદાય લેતાં પૂર્વે કરેલા વસિયતનામામાં લૂલૂ નામના પાળેલા શ્વાનને માટે મોટી રકમનો વારસો આપ્યો હતો. માર્થા બર્ટન નામની કૅર ટેકર લૂલૂનો ખ્યાલ રાખે છે. એક સમયે ઘરની રખેવાળી કરતી લૂલૂ આજે પોતાને માટે આખી સિક્યૉરિટી ટીમને નોકરી પર રાખી શકે છે. બિલ ડોરિસની મિલકતો કેટલી છે તેનો કોઈને પૂરો અંદાજ નથી, પરંતુ એક વાત નિશ્ચિત છે કે લૂલૂ તેનો મૂળ વફાદારીનો સ્વભાવ ભૂલી નથી. તેની નજર હંમેશાં ઘરના મુખ્ય દ્વાર પર મંડાયેલી હોય છે. એ નસીબવંતી માદા શ્વાન અને તેની કૅર-ટેકરની કાળજી રાખવા માટે ટ્રસ્ટ રચાયું છે.

offbeat news international news united states of america