ડૉક્ટરોએ દરદીના બ્લૅડરમાંથી મોબાઇલ ફોન ચાર્જર કાઢ્યું

09 June, 2020 09:47 AM IST  |  Guwahati | Gujarati Mid-day Correspondent

ડૉક્ટરોએ દરદીના બ્લૅડરમાંથી મોબાઇલ ફોન ચાર્જર કાઢ્યું

પેટના દુખાવાની ફરિયાદ સાથે ડૉક્ટર પાસે ગયેલા ૩૦ વર્ષના યુવકના બ્લૅડરમાંથી ડૉક્ટરે બે ફુટ લાંબું મોબાઇલ ફોનનું ચાર્જર કાઢ્યું છે. જોકે ચાર્જર તેના બ્લૅડરમાં કઈ રીતે પહોંચ્યું એ હજી સ્પષ્ટ નથી. દરદી તો ડૉક્ટરને એવું જ કહે છે કે તેણે રમતરમતમાં ભૂલથી ચાર્જર ગળી લીધું હતું. જોકે આ વાત મેડિકલી સંભવ લાગતી નથી. ડૉક્ટરોનું માનવું છે કે કદાચ જાતીય સંતોષ માટે આ ભાઈએ પોતાના પ્રાઇવેટ પાર્ટમાં ચાર્જરનો એક છેડો ઘુસાડવાનું શરૂ કર્યું હશે અને એ પછી અંદર ને અંદર નાખવા જતાં ચાર્જર આખેઆખું અંદર ઊંડે સુધી સરકી ગયું હશે. 

ઑપરેશન કરીને ૬૧ સેન્ટિમીટર લાંબો વાયર કાઢતાં પહેલાં ડૉક્ટરોએ પેટના દુખાવાને દૂર કરવા માટે તેને બે દિવસનો રેચકનો કોર્સ આપ્યો હતો. ગયા રવિવારે ઉત્તર ભારતના ગુવાહાટીની હૉસ્પિટલમાં આ યુવક પર ૪૫ મિનિટની શસ્ત્રક્રિયા કરનારા પાંચ તબીબનું કહેવું હતું કે તેમણે તેમની ૨૫ વર્ષની કારકિર્દીમાં આવી સમસ્યા જોઈ નથી. યુવકના માનસિક સ્વાસ્થ્ય વિશે બરાબર નિશ્ચિત નથી, પરંતુ કેટલાક લોકો જાતીય સંતોષ માટે આવું બધું કરતા રહે છે, પરંતુ આ યુવકે થોડા અંદર સુધી વસ્તુ લઈ જતાં સમસ્યા સર્જાઈ હતી. દરદીની સ્થિતિ સ્ટેબલ છે અને ત્રણ દિવસ હૉસ્પિટલમાં રાખીને તેને ઘરે મોકલી દેવાયો છે.

offbeat news national news guwahati