સર્જરી કરતાં પહેલાં ડૉક્ટરોએ નકલી ખોપડી બનાવીને પ્રૅક્ટિસ કરી હતી

31 October, 2020 08:26 AM IST  |  Mumbai | Mumbai correspondent

સર્જરી કરતાં પહેલાં ડૉક્ટરોએ નકલી ખોપડી બનાવીને પ્રૅક્ટિસ કરી હતી

સર્જરી કરતાં પહેલાં ડૉક્ટરોએ નકલી ખોપડી બનાવીને પ્રૅક્ટિસ કરી હતી

સામાન્ય રીતે બે લાખ બાળકોમાંથી એકનો જન્મ શરીરથી જોડાયેલો થાય છે. જોકે માથાથી જોડાયેલા ક્રેનોઓપેગસ બાળકોનો જન્મ ખૂબ દુર્લભ હોય છે. એમાંય માથેથી જોડાયેલાં હોય એવાં બાળકો તો ૧૦ લાખમાં એકાદ બને છે. આ પ્રકારનાં ૩૩ ટકા બાળકો જન્મતાંની સાથે જ મૃત્યુ પામે છે.
કૅલિફૉર્નિયામાં હાલમાં ૧૦ મહિનાની માથાથી જોડાયેલી બે બાળકીઓને ૨૪ કલાકની મૅરથૉન સર્જરી પછી જુદી કરવામાં આવી હતી. સર્જરી પહેલાં ડૉક્ટરોએ કેટલાય દિવસ સુધી આ બાળકીઓનાં થ્રી-ડી મૉડલ બનાવીને એના પર સર્જરીની પ્રૅક્ટિસ કરી હતી. બન્ને છોકરીઓની ખોપડી, મગજ અને સૉફ્ટ ટિશ્યુઝને અલગ પાડવા અને છતાં તેમની વચ્ચે નર્વ્સ એટલે કે સંવેદનાનું વહન થતું રહે એવું કરવું અઘરું હતું. ડૉક્ટરોની ટીમે ‍અનેક વાર નકલી ખોપડીના પ્રોટોટાઇપ પર સર્જરીની મૉક પ્રૅક્ટિસ કરીને પછી એબિગેલ અને મિકાએલ નામની આ બાળકીઓને છૂટી પાડતી સર્જરી કરી હતી જે ૨૪ કલાક ચાલી હતી. હાલમાં બન્ને બહેનો સ્વસ્થ છે, પરંતુ આઇસીયુમાં છે. ટૂંક સમયમાં બન્નેને ઘરે જવાની છૂટ અપાશે.

international news offbeat news