✕

૨૯૬૦ ગ્રામની થાઇરૉઇડ ગ્રંથિ સર્જરી કરીને કાઢી

02 November, 2026 02:31 PM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

૪૫ વર્ષની આ મહિલાને થાઇરૉઇડ ગ્રંથિમાં ગાંઠ થઈ હતી. છેલ્લાં પચીસ વર્ષથી તેની ગાંઠ ધીમે-ધીમે વધી રહી હતી

ડૉક્ટરોએ એક મહિલાના ગળામાંથી લગભગ ૩ કિલો વજનની ગાંઠ કાઢવાની સર્જરી કરી હતી

મધ્ય પ્રદેશના ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)ના ડૉક્ટરોએ એક મહિલાના ગળામાંથી લગભગ ૩ કિલો વજનની ગાંઠ કાઢવાની સર્જરી કરી હતી. ૪૫ વર્ષની આ મહિલાને થાઇરૉઇડ ગ્રંથિમાં ગાંઠ થઈ હતી. છેલ્લાં પચીસ વર્ષથી તેની ગાંઠ ધીમે-ધીમે વધી રહી હતી. આખરે જ્યારે ગળામાં વજનવાળી ગ્રંથિને કારણે તેનું રોજિંદું જીવન ખોરવાઈ ગયું અને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થવા લાગી ત્યારે મહિલા ડૉક્ટર પાસે આવી હતી. ડૉક્ટરોએ આખી થાઇરૉઇડ ગ્રંથિ જ કાઢી નાખવાનો નિર્ણય લીધો હતો. રીમૂવ કર્યા પછી આખી ગ્રંથિનું વજન હતું ૨.૯૬ કિલો. આ સર્જરીમાં ડૉક્ટરોએ માત્ર ગ્રંથિ જ કાઢી હતી, એની સાથે સંકળાયેલી સ્વરપેટીને બચાવી લીધી હતી. એને કારણે તેનો અવાજ પણ જળવાઈ રહેશે. 

offbeat news madhya pradesh india all india institute of medical sciences aiims