કંઈ પણ ગળી જતા ભાઈના પેટમાંથી કાઢ્યાં 2 કિલો પથરા, સિક્કા, બૉટલનાં ઢાકણ

21 February, 2019 09:10 AM IST  | 

કંઈ પણ ગળી જતા ભાઈના પેટમાંથી કાઢ્યાં 2 કિલો પથરા, સિક્કા, બૉટલનાં ઢાકણ

પથરા, સિક્કા અને બોટલના ઢાંકણા

અમેરિકન જર્નલમાં છપાયેલા એક કેસ-રિપોર્ટમાં ડૉ. પ્યૉન્ગ વા ચોઇ નામના ડૉક્ટરે તેમની પાસે આવેલા એક અજીબોગરીબ દરદીનો કેસ શૅર કયોર્ છે. નૉર્થ કોરિયાના ગોયાંગ ટાઉનમાં રહેતો ૫૪ વર્ષનો એક દરદી આ ડૉક્ટર પાસે આવ્યો હતો. દરદીનું નામ જાહેર નથી થયું. ડૉક્ટર પાસે આવ્યો ત્યારે તેનું પેટ ફૂલી ગયેલું. તે કંઈ પણ સૉલિડ ખાઈ શકતો નહોતો. બહારથી પેટની તપાસ કરતાં અંદર કંઈક કડક ગ્રોથ થયેલો હોય એવું લાગતું હતું.

ડૉક્ટરોએ જ્યારે એક્સ-રે કર્યો તો ખબર પડી કે તેનું આખું જઠર ભરેલું છે. કેસ-હિસ્ટરી લેતાં ખબર પડી કે દરદીને ઍન્ગ્ઝાયટી ડિસઑર્ડર છે. નાની-નાની વાતે ઉચાટ અનુભવતા આ ભાઈને જ્યારે પણ રેસ્ટલેસ અનુભવાય એટલે તે નજીકમાં પડેલી કોઈ પણ ચીજ ગળી જાય. પથરા, રેતી, બૉટલનાં ઢાંકણાં, સિક્કા એમ કંઈ પણ તે ગળી જતો. કંઈક ગળવાથી પેટમાં તેને સારું લાગતું.

આ પણ વાંચોઃ મોં પર ઊગેલા વાળમાં ઢંકાઈ ગયો છે ૧૩ વર્ષના ટીનેજરનો ચહેરો

જોકે જઠર આ બધી ચીજોથી છલકાઈ ઊઠ્યું એટલે પરિસ્થિતિ બગડી અને ડૉક્ટરના દરવાજા ખટખટાવવા પડ્યા. ડૉક્ટરે કૅમેરાવાળું મશીન અંદર નાખીને એક પછી એક ફૉરેન પાર્ટિકલ્સ બહાર કાઢ્યા હતા. આ બધી ચીજોનું કુલ વજન બે કિલોથી વધુ હતું.

offbeat news hatke news