તમે ઇન્દોરના કિશોર કૃષ્ણ ખાનને ઓળખો છો ?

14 August, 2020 11:19 AM IST  |  Mumbai Desk | Mumbai correspondent

તમે ઇન્દોરના કિશોર કૃષ્ણ ખાનને ઓળખો છો ?

ક્રિષ્ણ ખાન

કોમી એખલાસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ઇન્દોરમાં જોવા મળી રહ્યું છે. અહીં રહેતા અઝીઝ ખાનના પરિવારમાં ૧૨ વર્ષ પહેલાં એક બાળકનો જન્મ થયો હતો અને તેનું નામ કૃષ્ણ રાખવામાં આવેલું. નવાઈની વાત એ છે કે આ તેનું ઑફિશ્યલ નામ છે અને બાળક સ્કૂલમાં ક્રિષ્ણ ખાન નામે ઓળખાય છે. બાળકનો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હોવાથી તેના પિતા અઝીઝ ખાને દીકરાનું નામ કૃષ્ણ પાડ્યું હતું. એ વખતે તેના કુટુંબીજનો તરફથી ઘણો વિરોધ કરવામાં આવ્યો હતો. અઝીઝભાઈનાં મમ્મી યાનિકીએ તો એટલે સુધી કહ્યું હતું કે કૃષ્ણ નામનો એટલોબધો મોહ હોય તો તમે છોકરાનું નામ કાફિર કેમ પાડતા નથી? અઝીઝ ખાનનું કહેવું હતું કે ૨૦૦૮ની ૨૩ ઑગસ્ટે મારી પત્નીએ હૉસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો ત્યારે ડૉક્ટરે મને પૂછ્યું કે ફૉર્મમાં લખવા માટે બાળકનું નામ જણાવો. એ વખતે મારા મોઢેથી શબ્દ સરી પડ્યો... લખો કૃષ્ણ. ડૉક્ટરો અને કુટુંબના સભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ મેં કહી દીધું કે પિતાને તેની પસંદગી મુજબ નામકરણનો અધિકાર હોય છે.’

national news offbeat news indore