પ્રપોઝ કરતી વખતે કોઈ કૉફિન શેપના બૉક્સમાં માણસના દાંતવાળી રિંગ આપે?

28 February, 2020 03:54 PM IST  |  Mumbai Desk

પ્રપોઝ કરતી વખતે કોઈ કૉફિન શેપના બૉક્સમાં માણસના દાંતવાળી રિંગ આપે?

અમેરિકાના એરિઝોનાના એક ફેસબુક-યુઝરે ગ્રુપમાં મૂકેલા ફોટોગ્રાફથી સૌને અરેરાટી ઊપજી હતી. ફોટોગ્રાફમાં કૉફિન શેપના લાકડાના બૉક્સમાં ચાંદીની વીંટી (પ્રૉમિસ રિંગ)ની વચ્ચે ભૂરા રંગનાં બે રત્નોની વચ્ચે માણસનો દાંત ગોઠવેલો હતો. વાંકાચૂંકા આકારની એ વીંટીના ફોટોગ્રાફ જોઈને કેટલાક લોકોએ ‘ઘૃણાસ્પદ’ અને કેટલાક લોકોએ ‘નબળી અને માંદી માનસિક સ્થિતિ’ સહિત અણગમો વ્યક્ત કરતા શબ્દોનો ફેસબુક પોસ્ટની નીચેના લખાણમાં ઢગલો કર્યો હતો. એ ફોટોગ્રાફ પોસ્ટ કરનારી મહિલા શરમજનક સ્થિતિ અનુભવે છે. એ મહિલાએ ફોટોગ્રાફ પોસ્ટ કરતાં લખ્યું હતું, ‘મારા બૉયફ્રેન્ડે ઘૂંટણિયે પડીને મને પ્રપોઝ કરતી વેળા લાકડાના ટચૂકડા કૉફિનમાંથી આ વીંટી ભેટ આપી હતી.

international news offbeat news