સેક્સ વર્કર્સના હાથે સજાવેલા દીવા વેચશે દિલ્હી પોલીસ અને DLSAની મોહિમ

17 October, 2020 06:54 PM IST  |  New Delhi | Gujarati Mid-Day Online Correspondent

સેક્સ વર્કર્સના હાથે સજાવેલા દીવા વેચશે દિલ્હી પોલીસ અને DLSAની મોહિમ

પ્રતીકાત્મક તસવીર

દિલ્હી વિધિક સેવા પ્રાધિકરણ અને દિલ્હી પોલીસે સેક્સ વર્કર્સને આત્મનિર્ભર બનાવવા માટે નવી મોહિમ શરૂ કરી છે. આ અંતર્ગત દીવાળીમાં દિલ્હીની સેક્સ વર્કર્સને હાથે સજાવવામાં આવેલા દીવડા વેચવામાં આવશે. દિલ્હીના રેડ લાઇટ એરિયા GB રોડ લગભગ 2000થી વધારે સેક્સ વર્કર્સ કામ કરે છે. તેમની આજિવીકા દેહવ્યાપારથી ચાલે છે. દિલ્હી વિધિક સેવા પ્રાધિકરણ અને કમલા માર્કેટ પોલીસની પ્રેરણાથી દેહ વ્યાપારના દલદલમાં ફસાયેલી લગભગ 200 મહિલાઓએ દેહવ્યાપાર છોડવાનું સાહસ દર્શાવ્યું છે.

આ માટે કાયદો અને પોલીસે મળીને એક કાર્યશાળાની શરૂઆત કરી છે. આ કાર્યશાલામાં જ્યાં DLSA તેમને પાછા સભ્ય સમાજમાં લાવવા માટે કાયદાકીય મદદ આપશે. તો દિલ્હી પોલીસ તેમને રોજગાર કમાવવાના રસ્તાઓ બતાવશે. હવે કમલા માર્કેટ પોલીસ આમને રંગબેરંગી દીવડાં કેવી રીતે સજાવવા તે શીખવે છે. દિલ્હી પોલીસ આમના દ્વારા તૈયાર કરેલો સામાન પોતે ખરીદશે. આમ તેમને પ્રોત્સાહિત કરી શકે અને તેમને દેહવ્યાપારમાંથી છોડાવીને આત્મનિર્ર બનાવી શકશે.

દિલ્હી વિધિક સેવા પ્રાધિકરણ DLSA તરફના જજ અને વકીલ પણ આગળ આવ્યા છે. જજ ગૌતમ મનને કહ્યું કે સમાજ દ્વારા શોષિત અને ઉપેક્ષિત આ મહિલાઓને ન્યાયિક પ્રક્રિયા અંતર્ગત પોતાના અધિકારો મેળવવા માટે મદદ પણ આપી શકે છે. આ માટે રેડ લાઇટ એરિયામાં ત્રીદિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

national news delhi news delhi police diwali offbeat news