ડાયનોસૉરનું હાડપિંજર ૯.૫૦ અબજ રૂપિયામાં વેચાયું

15 May, 2022 10:16 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

પગ પર વિશાળ પંજા ધરાવતો ડરામણો ડીનોનીચસ એ સ્ટીવન સ્પીલબર્ગની હિટ ફિલ્મમાં ભયાનક પ્રાણી માટેનો નમૂનો હતો

‘જુરાસિક પાર્ક’ ફિલ્મમાં દર્શાવાયેલા ભયાનક ડાયનોસૉરનું હાડપિંજર

‘જુરાસિક પાર્ક’ ફિલ્મમાં દર્શાવાયેલા ભયાનક ડાયનોસૉરનું હાડપિંજર એક લિલામીમાં અધધધ ૧ કરોડ પાઉન્ડ (લગભગ ૯.૫૦ અબજ રૂપિયા)માં વેચાયું છે.  

પગ પર વિશાળ પંજા ધરાવતો ડરામણો ડીનોનીચસ એ સ્ટીવન સ્પીલબર્ગની હિટ ફિલ્મમાં ભયાનક પ્રાણી માટેનો નમૂનો હતો. ડાયનોસૉરના આ અવશેષો ક્રિસ્ટીના ઑક્શન હાઉસમાં એક અજાણ્યા ગ્રાહકને અંદાજિત કિંમત કરતાં લગભગ બમણી કરતાં વધુ કિંમતે વેચવામાં આવ્યા હતા.

હૅક્ટરનું ઉપનામ ધરાવતા આ પ્રાણીનાં ૧૧ કરોડ વર્ષ જૂનાં હાડકાં અમેરિકાના મોન્ટાનામાં એક કલાપ્રેમી અવશેષોના શોધક દ્વારા મળી આવ્યાં હતાં. આ સ્પેસીમૅન (નમૂના)માં ૧૨૬ સાચાં અસ્થિ હતાં, જેનો અર્થ છે ખોપડીનાં હાડકાં સહિત મોટા ભાગનાં હાડકાં માનવસર્જિત છે. 

offbeat news international news