જાણો છો સોપારી જેવડું નારિયેળ પણ હોય?

15 January, 2021 09:31 AM IST  |  Mumbai | Mumbai correspondent

જાણો છો સોપારી જેવડું નારિયેળ પણ હોય?

જાણો છો સોપારી જેવડું નારિયેળ પણ હોય?

નારિયેળ એટલે આપણી સાદી ભાષામાં શ્રીફળ. એની સાઇઝ ખોબામાં સમાય એવડી મોટી હોય છે, પણ દક્ષિણ અમેરિકામાં એક ખાસ પ્રકારનાં નાળિયેર થાય છે જે કદમાં સાવ લખોટી કે સોપારી જેવડાં હોય છે. એનું નામ છે કોક્વિટોઝ. આજની તારીખે આટલાં નાનાં લખોટીના કદનનાં નારિયેળ પૃથ્વી પર છે એ વાત માનવામાં આવે એવી નથી, પણ દક્ષિણ અમેરિકામાં આવા નાના કદનાં નારિયેળ જોવા મળે છે.
કોક્વિટોઝ એ જુબિયા ચિલેન્સિસનું એક ફળ છે. સામાન્ય નારિયેળની જેમ એનો બહારના પડનો કલર બ્રાઉન હોય છે પણ અંદરનું પડ સફેદ હોય છે તથા સ્વાદમાં એ અદ્દલ નારિયેળ જેવું હોય છે.
આ વૃક્ષના થડમાંથી મળતા શુગરી સિરપમાંથી ચિલીવાઇન અને સીરપ બને છે જેના પરથી એનું નામ ચિલીવાઇન પામ પડ્યું છે. આ વૃક્ષને ફળ આવવામાં લગભગ ૫૦ વર્ષનો સમય લાગે છે અને એ સદીઓ સુધી જીવી શકે છે. પામની ૨૬૦૦ જેટલી વિખ્યાત પ્રજાતિઓમાંથી જુબાઓ ચિલેન્સિસ સૌથી વધુ પ્રખ્યાત છે. જાડાઈની દૃષ્ટિએ એના થડનું કદ બે મીટર કરતાં પણ વધુ હોઈ શકે છે. જોકે એનાં ફળ સૌથી વધુ દુર્લભ ફળ મનાય છે. આખું કોક્વિટો એક સાથે કાચું ખાઈ શકાય છે. જોકે તેને ડિઝર્ટ, સેવરી ફૂડ, નાસ્તા અને ડ્રિન્ક્સ જેવા અન્ય ખાદ્ય પદાર્થોમાં ભેળવીને પણ ખાઈ શકાય છે.

international news offbeat news