12 May, 2025 01:24 PM IST | Amritsar | Gujarati Mid-day Correspondent
ખાસ સરઘસ નીકળ્યું હતું
સામાન્ય રીતે દક્ષિણ ભારતના ભાવિકો જાતને કષ્ટ આપીને પ્રભુને રીઝવવાની ઉપાસના કરતા હોય છે, પણ ગઈ કાલે અમ્રિતસરમાં દેવી મહા મરીઅમ્મન એટલે શીતળાદેવીની ઉપાસના માટે એક ખાસ સરઘસ નીકળ્યું હતું. એમાં પુરુષો ગલોફાંમાંથી ધાતુનો સળિયો આરપાર કરીને અને પીઠ પરની ચામડી પર હૂક લગાવીને કારમાં બિરાજમાન શીતળાદેવીની પ્રતિમાને ખેંચતા જોવા મળ્યા હતા,
જ્યારે કેટલીક બહેનો દંડવત પ્રણામ કરતી એ સરઘસમાં જોડાઈ હતી અને દંડવત વખતે બીજા કેટલાક લોકો તેમના પર પાણી રેડીને તેમને શીતળ કરવાનો પ્રયત્ન કરતા હતા.