પગે લકવો છતાં હૉન્ગકૉન્ગના ૨૫૦ મીટર ઊંચા ટાવર પર વ્હીલચૅર પર બેસીને ચડ્

19 January, 2021 09:19 AM IST  |  Hong Kong | Gujarati Mid-day Correspondent

પગે લકવો છતાં હૉન્ગકૉન્ગના ૨૫૦ મીટર ઊંચા ટાવર પર વ્હીલચૅર પર બેસીને ચડ્

લાઇ ચી-વાઇ

એક અકસ્માતને કારણે પગે લકવો થઈ જવા છતાં હૉન્ગકૉન્ગની લાઇ ચી-વાઇ નામની એક વ્યક્તિ વ્હીલચૅર પર બેસીને ત્યાંના પ્રખ્યાત નીના ટાવર પર લગભગ ૨૫૦ મીટરની ઊંચાઈ સુધી ચડી હતી. જોકે આને માટે તેને લગભગ ૧૦ કલાક લાગ્યો હતો. આ ટાવરની ઊંચાઈ ૩૦૦ મીટર છે. લાઇ ચી-વાઇ આખો ટાવર નહોતો ચડી શક્યો છતાં તેનો પ્રયાસ પ્રશંસનીય છે.

લાઇ ચી-વાઇએ એક ઉમદા હેતુ માટે આ ટાવર ચડવાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ચડવાથી મળેલી બાવન કરોડ હૉન્ગકૉન્ગ ડૉલરની રકમ તેણે સ્પાઇનલ કોર્ડના પેશન્ટની સારવાર માટે આપી દીધી હતી.

આ સ્પર્ધામાં ભાગ લેતી વખતે તેને ભય પણ ઘણો લાગી રહ્યો હતો, કેમ કે પર્વત ચડતી વખતે તેના પરના પથ્થરની સહાય લઈ શકાય છે, પરંતુ કાચના બિલ્ડિંગ પર ચડતી વખતે જે દોરીના સહારાથી તે ચડી રહ્યો હતો એના સિવાય બીજો કોઈ સહારો નહોતો.

૨૦૧૧થી લગભગ ચાર વખત તે પર્વતારોહણમાં એશિયા ચૅમ્પિયન રહી ચૂક્યો છે. વૈશ્વિક સ્તરે તેણે આઠમો ક્રમ મેળવ્યો છે. જોકે એક અકસ્માતમાં તેની કમરની નીચેનો હિસ્સો લકવાગ્રસ્ત થયો હતો.

offbeat news international news hong kong