સંતરાની છાલનો ઉપયોગ કરીને હૅન્ડબૅગ તૈયાર કરવામાં આવી

10 January, 2022 12:08 PM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

ઓમાર સરતાવી નામના આ કલાકારે સંતરાની છાલનો ઉપયોગ કરીને સુંદર હૅન્ડબૅગ તૈયાર કરી છે

સંતરાની છાલનો ઉપયોગ કરીને હૅન્ડબૅગ

વેસ્ટમાંથી બેસ્ટ અને અવનવી ચીજોમાંથી આકર્ષક ચીજો બનાવવાની કારીગરીને હંમેશાં પ્રોત્સાહન મળ્યું છે. ઓમાર સરતાવી નામના આ કલાકારે સંતરાની છાલનો ઉપયોગ કરીને સુંદર હૅન્ડબૅગ તૈયાર કરી છે. આ હૅન્ડબૅગના ફોટો તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ-પેજ પર મૂક્યા છે. હાથે કોતરેલા મેલાકાઇટ સ્ટોન વડે સોનાનો ઢોળ ચડાવેલા પિત્તળ પર નારંગીની છાલમાંથી આ હૅન્ડબૅગ તૈયાર કરવામાં આવી છે. ફોટો-કૅપ્શનમાં તેણે જણાવ્યું છે કે આ બૅગ ઇન્ટરનૅશનલ બહેરિની હાઈ એન્ડ બૅગ-ડિઝાઇનર સાથે મળીને તૈયાર કરી છે. ઓમાર સરતાવીની આ પોસ્ટને નેટિઝન્સે વખાણી છે. 

offbeat news international news