અહીં મનાવવામાં આવે છે અજીબ તહેવાર, ભૂત અને હાડપિંજર બનીને નિકળે છે લોકો

01 November, 2019 05:49 PM IST  |  મેક્સિકો

અહીં મનાવવામાં આવે છે અજીબ તહેવાર, ભૂત અને હાડપિંજર બનીને નિકળે છે લોકો

મેક્સિકોમાં ડે ઑફ ડેડની ઉજવણી

દુનિયામાં એવી અનેક જગ્યાઓ છે જ્યારે અજીબોગરીબ તહેવારો મનાવવામાં આવે છે. મેક્સિકોમાં પણ એવું જ કાંઈક જાય છે. અહીં દર વર્ષે લોકો ડે ઑફ ડેડ નામનો તહેવાર મનાવે છે. આ મોકા પર લોકો ભૂત અને કંકાલ જેવા દેખાતા કપડા પહેરીને ઘરની બહાર નીકળે છે. બે દિવસ ચાલતા આ અજીબોગરીબ તહેવારની શરૂઆત આજથી થઈ ચુકી છે. આ તહેવાર 2, 000 વર્ષ જૂનો જણાવવામાં આવી રહ્યો છે.

મેક્સિકોના લોકો માને છે કે તેમના પૂર્વજોની આત્માઓ એક દિવસ માટે પોતાના પરિવાર સાથે રહેવા માટે આવે છે અને એ માટે તેઓ આ તહેવાર મનાવે છે. આ તહેવારના મોકા પર શહેરમાં એક પરેડ હોય છે, જેમાં લોકો કંકાલ જેવી વેશભૂષામાં સામેલ થાય છે. જેને કેટરીનાના નામથી જાણવામાં આવે છે.

આ પણ જુઓઃ મહિલાની લાશ સાથે લપેટાયેલો હતો 8 ફૂટનો અજગર, ઘરમાં હતા 140 સાપ

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મેક્સિકો સિટીના ટાલાહુઆકમાં રસ્તા પર એક વિશાળ પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. જોતા એવું લાગી રહ્યું હતું કે, જેમાં તેમનું માથું અને એક હાથ જમીનથી બહાર નીકળેલા હોય. આ સ્થાનિક કલાકારે બનાવ્યું હતું અને 29 ઑક્ટોબરે રસ્તા પર રાખવામાં આવ્યું હતું.

mexico offbeat news