સમય કરતાં વહેલા જન્મેલા બાળકને માથે કાળા ઘેરા વાળ

20 June, 2021 08:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લગભગ ત્રણેક મહિનાના આ પ્રીમૅચ્યોર જન્મેલા આ બાળકને ઘાટ્ટા ભૂખરા વાળ છે, જે આશ્ચર્ય પમાડે એવા છે. નૉર્ધર્ન આઇલૅન્ડ્સનો જૅક્સન-જેમ્સ આયર્સ નામનો આ બેબી આઠ અઠવાડિયાં વહેલો જન્મ્યો છે.

સમય કરતાં વહેલા જન્મેલા બાળકને માથે કાળા ઘેરા વાળ

સોશ્યલ મીડિયા પર એક બાળકનો ફોટો વાઇરલ થયો છે. લગભગ ત્રણેક મહિનાના આ પ્રીમૅચ્યોર જન્મેલા આ બાળકને ઘાટ્ટા ભૂખરા વાળ છે, જે આશ્ચર્ય પમાડે એવા છે. નૉર્ધર્ન આઇલૅન્ડ્સનો જૅક્સન-જેમ્સ આયર્સ નામનો આ બેબી આઠ અઠવાડિયાં વહેલો જન્મ્યો છે. જોકે તેનાં માતા-પિતા પણ તેના આટલા ઘાટ્ટા વાળને જોઈને આશ્ચર્ય પામ્યાં છે. 
હકીકત એ છે કે જન્મતાની સાથે જ જૅક્સન-જેમ્સને હાઈપરિન્સ્યુલિનિઝમ નામની એક દુર્લભ ગણી શકાય એવી જન્મજાત બીમારી હોવાનું નિદાન થયું હતું. ૩૦,૦૦૦ બાળકોમાંથી કોઈ એકને થતી આ બીમારીમાં બાળકની કિડની ઇન્સ્યુલિનનું એટલું બધું ઉત્પાદન કરે છે કે તેની બૉડીમાં શુગર-લેવલ અત્યંત નીચું રહે છે. તેનું શુગર-લેવલ સામાન્ય રાખવા માટે ડાયાઝોક્સાઇડ નામની દવા નિયમિત આપવી પડે છે, જેની આડઅસર તરીકે તેને શરીર પર સામાન્ય બાળકની તુલનાએ વાળનો ગ્રોથ વધુ રહ્યો છે. જૅક્સન-જેમ્સની માતા શેનોને જણાવ્યું હતું કે મારા બાળકને હાથ-પગમાં પણ જથ્થાબંધ વાળ છે.

offbeat news