બ્રિટિશ ડેરડેવિલ ૧૨૮૦ ફુટની ક્રેન પરથી એક હાથે લટક્યો

01 July, 2022 09:33 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

જો તેનો હાથ છૂટ્યો હોત તો તે બચી શક્યો ન હો

ઍડમ લૉકવુડ

બ્રિટનના ૨૧ વર્ષના ડેરડેવિલ ઍડમ લૉકવુડે તાજેતરમાં ભારે સાહસ કર્યું હતું. દુબઈમાં તે પોતાની જાતને વર્કર ગણાવીને અહીંની સૌથી ઊંચી ક્રેન પર ચડી ગયો હતો. ત્યાર બાદ તે ૧૨૮૦ ફુટની ઊંચાઈએ એક હાથે આ ક્રેન પર લટક્યો હતો. તેણે કહ્યું કે ‘ક્રેન પર ગ્રીસ હતું. હું ચાર વખત બચ્યો હતો, પણ એ રિસ્ક લેવું લેખે લાગ્યું હતું. ક્રેન પર ચડતી વખતે ગ્રીસને કારણે હું લપસી જતો હતો.’

ઍડમ કોઈની નજર ન જાય એ રીતે ક્રેન પર ચડ્યો હતો. જો તેનો હાથ છૂટ્યો હોત તો તે બચી શક્યો ન હોત.

offbeat news international news