દીકરાના મોઢામાં રહેલી સિગારેટનું નિશાન તાક્યું પિતાએ

09 May, 2022 09:19 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પુત્ર પ્રત્યે ક્રૂરતા આચરીને આનંદ માણી રહેલા આ પિતાનો વિડિયો ઍક્ટિવિસ્ટો દ્વારા સોશ્યલ મીડિયામાં શૅર કરી તેની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવાની માગણી કરવામાં આવી છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

ટાર્ગેટ પ્રૅક્ટિસ માટે દીકરાના મોઢામાં સિગારેટ મૂકીને અસૉલ્ટ રાઇફલથી નિશાન તાકનાર પિતાની સોશ્યલ મીડિયા પર સખત ટીકા કરવામાં આવી રહી છે. પુત્ર પ્રત્યે ક્રૂરતા આચરીને આનંદ માણી રહેલા આ પિતાનો વિડિયો ઍક્ટિવિસ્ટો દ્વારા સોશ્યલ મીડિયામાં શૅર કરી તેની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવાની માગણી કરવામાં આવી છે.  

૪૭ સેકન્ડની આ વિડિયો-ક્લિપ સાઉથ ઈરાનની હોવાનું મનાઈ રહ્યું છે, જેમાં એક વ્યક્તિ પોતાના દીકરાને મોઢામાં સિગારેટ મૂકીને ઊભા રહેવાની સૂચના આપે છે. વિડિયોમાં બાળકનો પિતા સિગારેટ હવામાં ઊભી રહે એ રીતે ઉપરની તરફ જોઈને ઊભેલા બાળકનું અસૉલ્ટ રાઇફલથી નિશાન લગાવીને ગોળી છોડે છે, જેનાથી  સિગારેટની ટોચ ઊડી જાય છે. બાળકનો પિતા કૅમેરા સામે જ્યાં ગોળી વાગી હોય છે એ સિગારેટની કિનાર દર્શાવે છે. 

offbeat news international news viral videos