એક આવી:તમામ 10 બેટ્સમેન ઝીરો રનમાં થયા આઉટ, રાહુલ ગાંધી સાથે કનેક્શન

16 May, 2019 07:16 PM IST  |  કેરળ

એક આવી:તમામ 10 બેટ્સમેન ઝીરો રનમાં થયા આઉટ, રાહુલ ગાંધી સાથે કનેક્શન

પ્રતીકાત્મક તસવીર

હાલમાં જ આઈપીએલ પૂરી થઈ છે. તાબતોડ ક્રિકેટ બધાએ જોયું. હાઈસ્કોરિંગ મેચો જોઈ. પરંતુ તાજેતરમાં ભારતમાં જ એક એવી મેચ રમાઈ જેમાં ટીમના તમામ બેટ્સમેન શૂન્ય રન પર આઉટ થઈ ગયા. જી હાં, ક્રિકેટના ઈતિહાસમાં આવી ઘટના પણ બની.

આ મેચ રમાઈ રહી હતી કેરલના કસારાગોડમાં. અન્ડર 19ની આ મેચમાં સ્કોરબોર્ડ પર ટીમનો સ્કોર હતો માત્ર ચાર રન. એક તરફ આજે ક્રિકેટ મેચ હાઈસ્કોરિંગ થઈ રહી છે, ત્યારે આ મેચમાં એક ટીમના બધા જ ખેલાડીઓએ એવી બેટિંગ કરી કે એક પણ રન ન બનાવી શક્યા.

કેરળના માલાપુરમ જિલ્લામાં અન્ડર 19ની એક મહિલા ટીમ માત્ર 4 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. આ મેચ બુધવારે અહીંના પેરિનમાલા સ્ટેડિમમાં રમાઈ હતી. મેચ હતી વાયનાડ અને કસારાગ઼ અંડર 19 ગર્લ્સ ટીમ વચ્ચે.

આ મેચમાં કસારાગોડ અન્ડર 19ની ગર્લ્સ ટીમના તમામ ખેલાડીઓ ઝીરો રને પેવેલિયન ભેગા થઈ ગયા. જો કે બલિહારી બોલિંગ ટીમની કે કમ સે કમ એક્સ્ટ્રાના 4 રન મળ્યા. મળતી માહિતી પ્રમાણે ક્રિકેટ ઈતિહાસમાં આવી ઘટના પહેલીવાર બની છે.

મેચમાં ટોસ જીતીને કસારાગોડની ટીમે પહેલી બેટિંગ પસંદ કરી હતી. અને જોત જોતમાં તુ જા હું આવું છુની માફક બધી જ ખેલાડીઓ આઉટ થઈ ગઈ. 5 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી વાયનાડની ટીમે એક જ ઓવરમાં આ ટાર્ગેટ ચેઝ કરીને 10 વિકેટે જીત મેળવી લીધી.

આ પણ વાંચોઃ ફર્નિચર તાપમાં મૂકવાની સજા રૂપે માલિકે કામવાળીને તાપમાં ઝાડ સાથે બાંધી

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વાયનાડ બેઠક પરથી પણ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે વાયનાડ કંઈક આવા કારણોસર પણ સમાચારોમાં ચમકી રહ્યું છે.

cricket news sports news offbeat news