હેનોઇના ક્રીએટિવ શેફે બનાવ્યું કોરોના બર્ગર

29 March, 2020 11:27 AM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

હેનોઇના ક્રીએટિવ શેફે બનાવ્યું કોરોના બર્ગર

કોરોના બર્ગર

વિયેટનામના નાગરિકોનો જુસ્સો વધારવા હેનોઇના શેફે કોરોના વાઇરસની થીમ પર આધારિત બર્ગર બનાવ્યાં છે. વૈશ્વિક મહામારીના ભયને નાથવાની કોશિશ કરતી રમૂજમાં શેફ હોઆંગ ટાંગ અને તેની ટીમે કણકથી બનેલા નાના કોરોના વાઇરસની જેમ પાંખિયાં ધરાવતાં ડઝનેક ગ્રીન-ટી ફ્લેવરનાં બર્ગર બન્સ બનાવ્યાં છે જે વાઇરસની માઇક્રોસ્કોપિક છબિઓ જેવાં લાગે છે. હેનોઇમાં એક રેસ્ટોરાંના અવનમાં કોરોના વાઇરસ આકારનાં બર્ગર જોવા મળે છે. એક હાસ્યોક્તિ છે કે ‘જો તમને કોઈ વસ્તુથી ડર લાગે તો તમે એને ખાઈ જાઓ, ડર ભાગી જશે’ – આ વાક્ય ડાઉનટાઉન હેનોઇમાં પીત્ઝા હોમ ટેકઅવે શૉપ પર ટાંગે કહ્યું હતું.

international news offbeat news coronavirus covid19