મંગળ પર જોવા મળ્યો કાનના આકારનો ખાડો

11 August, 2022 12:11 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અવકાશયાન જ્યારે ૨૦૨૦ના સપ્ટેમ્બરમાં ૨૯૧ કિલોમીટર ઊંચેથી જઈ રહ્યું હતું ત્યારે આ ફોટો પાડવામાં આવ્યો હતો

મંગળ ગ્રહ પરના કાનના આકાર જેવા વિશાળ ખાડાનો ફોટો

નાસાના અવકાશયાન દ્વારા મંગળ ગ્રહ પરના એક કાનના આકાર જેવા વિશાળ ખાડાનો ફોટો બહાર પાડવામાં આવ્યો છે. આ ખાડો ૧.૮ કિલોમીટર પહોળો છે. તેમ જ મંગળ ગ્રહના ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. અવકાશયાન જ્યારે ૨૦૨૦ના સપ્ટેમ્બરમાં ૨૯૧ કિલોમીટર ઊંચેથી જઈ રહ્યું હતું ત્યારે આ ફોટો પાડવામાં આવ્યો હતો. ૨૦૦૬થી ઉપગ્રહ મંગળનું પરિભ્રમણ કરી રહ્યો છે. મંગળના ગ્રહ પર આવા ચિત્રવિચિત્ર ખાડાઓ જોવા મળે એ કંઈ પહેલી ઘટના નથી. યુરોપિયન યાનને જૂનમાં આંખની કીકીના આકારનો ખાડો મળી આવ્યો હતો.

offbeat news nasa mars international news