વિશ્વના સૌથી અનોખા દ્વીપ પર આ કપલને મળી નોકરી, હજારોમાંથી થઈ પસંદગી

22 September, 2020 02:42 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

વિશ્વના સૌથી અનોખા દ્વીપ પર આ કપલને મળી નોકરી, હજારોમાંથી થઈ પસંદગી

પ્રતીકાત્મક તસવીર

આયર્લેન્ડના ડબલિનમાં એક નોકરી માટે વિશ્વભરમાંથી 50 હડાર અરજીપત્રક આવ્યા હતા. આ નોકરી માટે એક સ્થાનિક કપલની પસંદગી કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તેમણે હજારો અરજીકર્તાઓને હરાવીને આ નોકરી મેળવી છે. જણાવવાનું કે આ નોકરી માટે કેર ટેકર તરીકે આયલેન્ડના સૂમસામ ટાપૂ 'ગ્રેટ બ્લાસ્કેટ આઇલેન્ડ' પર મોકલવામાં આવે છે.

સૌથી રસપ્રદ વાત એ છે કે આ ટાપૂ પર ન તો વીજળી છે અને ન તો ઇન્ટરનેટ અને અહીં કોઇ આધુનિક સુવિધાઓ પણ નથી. પણ ખાવા-પીવા અને રહેવા માટે ખૂબ જ સરસ વ્યવસ્થા છે. આ ટાપૂ પર રહેવું એક રીતે સ્વર્ગ પર રહેવા જેવું છે. આ અનોખી નોકરી માટે એક કપલે પોતાની હાલની નોકરી છોડી દીધી અને ઘર પણ વેચી દીધું. તાજેતરમાં જ આ કપલે નોકરીની સ્ટોરી શૅર કરી છે.

હકીકતે એની બર્ની અને ઇયોન બૉયલને વેલેન્ટાઇન-ડેના દિવસે કૉલ આવ્યો કે તમે વિજેતા બની ગયા છો અને તમને આ નોકરી આપવામાં આવે છે. આ નોકરી માટે તમારે માર્ચમાં જૉઇન કરવાનું રહેશે. કપલે કહ્યું કે તેમને ખબર નહોતી આ વિશ્વથી સાવ દૂર આ ટાપૂ પર આધુનિક સુવિધા વિના કેવી રીતે જીવન શક્ય હશે. કપલે આ માટે પોતાની જે નોકરી હતી તે છોડી દીધી અને ઘર પણ વેચી દીધું હતું, પણ આ દરમિયાન લૉકડાઉન થઈ ગયું, એવામાં જૂનમાં આ આઇલેન્ડ પર પહોંચવું શક્ય થઈ શક્યું.

આ નોકરી માટે જાહેરાતમાં કહેવામાં આવ્યું હતું કે આ આઇલેન્ડ પર વીજળી અને ઇન્ટરનેટ વગર ફુલટાઇમ રહેવાનું રહેશે. બર્ની અને બૉયલ આ જાહેરાત વાંચીને પોતાની નવી લાઇફના સપના જોવા લાગ્યા કે કેટલું સારું હશે, જ્યારે વીજળી અને બિઝી લાઇફ ન હોય, કોઇ દોડ નહીં હોય. ટેન્શન વગર દિવસમાં કામ કરો, ખાઓ-પીઓ અને આરામ કરો. જૂનના અંતમાં તેમને આઇલેન્ડ પર જવાની તક મળી. બર્ની અને બૉયલને અહીં ત્રણ કૉટેજનું ધ્યાન રાખવાનું હતું. સવારે 9 વાગ્યે શરૂ થાય, જેમાં ગેસ્ટ માટે કૉટેજ તૈયાર કરવું, સફાઇ પછી ભોજન બનાવવું વગેરે કામ સામેલ હતા.

બૉયલે જણાવ્યું કે આ સૂમસામ ટાપૂ પર રહેવાનો અર્થ છે કે આધુનિક સુવિધાઓથી દૂર રહેવું. ફ્રિજ વગર અનાજ રાખવું, વીજળી વગર ઘરના કામ કરવા. ન તો ટીવી ન તો ઇન્ટરનેટ છે. બૉયલે જણાવ્યું કે આ બધાં કામમાં જીવન જીવવાનો આનંદ જ અલગ હતો. આ આઇલેન્ડ પર નાની-નાની વસ્તુઓના મહત્વ વિશે ખબર પડી. જણાવવાનું કે આ કપલ આઇલેન્ડ પર સપ્ટેમ્બર એન્ડ સુધી રહેશે.

international news offbeat news