51 વર્ષના દામ્પત્યજીવન બાદ આ યુગલ 6 મિનિટના અંતરે મૃત્યુ પામ્યું

07 April, 2020 06:57 AM IST  |  Florida | Gujarati Mid-day Correspondent

51 વર્ષના દામ્પત્યજીવન બાદ આ યુગલ 6 મિનિટના અંતરે મૃત્યુ પામ્યું

કપલ

સાથે જીવીશું, સાથે મરીશું એવું ઘણાં યુગલો કહેતાં હોય છે, પરંતુ ફ્લૉરિડાનું એક યુગલ ખરેખર આ ઉક્તિને સાચી કરી ગયું. લગભગ ૫૧ વર્ષો સુધી પરસ્પર લગ્નજીવનમાં સાથ નિભાવનારા આ યુગલને મૃત્યુ પણ અલગ કરી શક્યું નહીં.

૭૪ વર્ષના સ્ટુઅર્ટ બેકર અને ૭૨ વર્ષનાં અડ્રેઇન બેકરનાં લગ્ન ૫૧ વર્ષ પહેલાં થયાં હતાં પણ તેમના અતૂટ બંધનને ગયા અઠવાડિયે તેમના પરિવારજનોએ પણ સ્વીકાર્યું, જ્યારે કોરોના વાઇરસના ચેપને કારણે માત્ર છ જ મિનિટના અંતરે બન્ને જણ સ્વર્ગે સિધાવ્યાં.

આ યુગલના દીકરા બડીનું કહેવું હતું કે માર્ચ મહિનાના મધ્યમાં તેનાં મમ્મી-પપ્પાને તબિયત નાદુરસ્ત લાગતી હતી. થોડા દિવસ પછી તેમને હોમ ક્વૉરન્ટીન રહેવા જણાવાયું હતું. ઘરમાં થોડા દિવસ રહ્યા બાદ તેના પિતાની તબિયત કથળતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા. જોકે તેની મમ્મીની તબિયત સારી હતી. હૉસ્પિટલમાં ડૉક્ટરોએ ચેકઅપ કરતાં પપ્પાને કોવિડ-19નો ચેપ લાગ્યાનું નિદાન કરાયું.

બડીએ સોવચેતીના પગલારૂપે તેની મમ્મીનું પણ ચેકઅપ કરાવતાં તેમનો ઑક્સિજનનો સ્તર ઘણો નીચો હોવાનું તથા તેમને પણ હૉસ્પિટલમાં દાખલ કરવાનું સૂચન કરાયું. બન્નેનાં ઑર્ગન ફેલ થયાં હોવાથી પરિવારે તેમને હોસ્પિસ કર સેન્ટરમાં રાખવાનો નિર્ણય લીધો. બન્ને એકબીજાની સાથે રહી શકે એટલે એક જ રૂમમાં બન્નેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં જ્યાં જસ્ટ છ મિનિટના અંતરે બન્નેનાં મૃત્યુ થયાં હતાં.

florida offbeat news hatke news international news