મથુરાની ગર્ભવતી મહિલાને મદદ માટે દુબઈથી તેના જેઠે પોલીસની મદદ માગી

05 April, 2020 07:10 AM IST  |  Mathura | Gujarati Mid-day Correspondent

મથુરાની ગર્ભવતી મહિલાને મદદ માટે દુબઈથી તેના જેઠે પોલીસની મદદ માગી

પ્રતીકાત્મક તસવીર

લૉકડાઉનના દિવસોમાં મથુરાની એક ગર્ભવતી મહિલાને પ્રસૂતિ માટે મૅટરનિટી હોમમાં લઈ જવા માટે ઍમ્બ્યુલન્સ મેળવતાં તેના પતિને મુશ્કેલી પડતી હતી. હાલના માહોલમાં દરેક ઍમ્બ્યુલન્સ સર્વિસવાળા ઉચિત પરવાનગીની માગણી કરતા હતા. પતિએ દુબઈમાં રહેતા મોટા ભાઈ ગજેન્દ્ર ચતુર્વેદી સાથે ફોન પર વાત કરી ત્યારે આ મુશ્કેલી વર્ણવી હતી. ગજેન્દ્રએ તાત્કાલિક ઇન્ટરનેટ દ્વારા મથુરાના વરિષ્ઠ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટનો ફોન નંબર મેળવીને ફોન પર તેમને મુશ્કેલી જણાવી ત્યાર પછી ગણતરીની મિનિટોમાં ઍમ્બ્યુલન્સ ઘરને આંગણે પહોંચી ગઈ હતી. ગજેન્દ્ર ચતુર્વેદીએ સોશ્યલ મીડિયા પર એ પ્રસંગ વર્ણવતાં જણાવ્યું હતું કે સમયસર મદદ મળવાને કારણે પ્રસૂતિ તકલીફ વગર થઈ અને માતા તથા સંતાન બન્નેની તબિયત સારી છે.  

mathura dubai offbeat news hatke news national news