મુંબઈથી દરભંગા સુધી ચાલતો નીકળ્યો મજૂર, 28 દિવસે પહોંચ્યો પોતાની મંઝિલે

26 April, 2020 04:08 PM IST  |  Bihar | Gujarati Mid-day Online Correspondent

મુંબઈથી દરભંગા સુધી ચાલતો નીકળ્યો મજૂર, 28 દિવસે પહોંચ્યો પોતાની મંઝિલે

પ્રતીકાત્મક તસવીર

દેશમાં લૉકડાઉન 3 મે સુધી છે લૉકડાઉનને જોતા બહાર રાજ્યોમાં ફેસાયેલા મજૂર પલાયન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સરકાર એના માટે કડક પગલાં લઈ રહી છે પરંતુ કેટલાક મજૂરો એવા છે જે પોતાના ગામ જવા માટે ચાલતા જ નીકળી પડ્યા છે કારણકે એમને ડર લાગી રહ્યો છેકે ખાવા માટે કઈ નથી અને પૈસા પણ નથી. પણ કદાચ તેઓ ભૂલી રહ્યા છે કે દેશમાં ઘણી સંસ્થાઓ મજૂરોને મદદ કરી રહી છે.

એવો જ એક મામલો સામે આવ્યો છે એક મજૂર જે મુંબઈમાં કામ કરતો હતો અને રોજ કમાઈને ખાતો હતો. એ શ્રમિકે વિચાર્યું જો હું મુંબઈમાં રહ્યો તો ખાદ્યા વગર મરી જઈશ, એટલે એણે મુંબઈથી દરભંગા જવાનો પ્લાન કર્યો અને તે ગામ તરફ નીકળી પણ ગયો. રસ્તામાં પોલીસે 200 રૂપિયા પણ ખાવા માટે આપ્યા.

શું દિવસ અને રાત થાક્યા વાગર તે સતત ચાલતો રહ્યો. રસ્તામાં લોકો ખાવા અને પીવા પાણીનું વિતરણ કરતા હતા. તે દરમિયાન પગમાં ઘણી ઈજા થઈ પણ તે સતત ચાલતો રહ્યો. મુંબઈથી આવતી વખતે એક ટ્રેન મળી હતી પણ લૉકડાઉનની જાહેર થતા જ ગાડી રદ્દ થઈ ગઈ અને 28 દિવસ સુધી સતત ચાલીને 2000 કિલોમીટર ચાલીને આખરે તે મંઝિલ સુધી પહોંચી ગયો. દરભંગાના પંચોભ ગામના હરવંશની આ વાર્તા છે જે મુંબઈમાં શ્રમિકનું કામ કરતો હતો.

32 વર્ષના હરવંશે જણાવ્યું કે મુંબઈમાં ખાદ્યા વગર જ મરી જાત. એમની સાથે બીજા ત્રણ મજૂર પણ બિહારથી જ હતા અને તેમણે પણ ચાલતા ગામ પહોંચવાનો નિર્ણય લીધો હતો બધાએ નક્કી કર્યું હતુ કે હવે ચાલતા જ ઘરે જ પોતાના ઘરે પહેંચવું છે અને આખરે એ લોકે ઘરે પહોંચી પણ ગયા.

national news bihar offbeat news hatke news