કોરોનાવાયરસના જોખમ વચ્ચે બાળકનો જન્મ, માતા-પિતાએ નામ રાખ્યું 'લૉકડાઉન'

01 April, 2020 01:18 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

કોરોનાવાયરસના જોખમ વચ્ચે બાળકનો જન્મ, માતા-પિતાએ નામ રાખ્યું 'લૉકડાઉન'

પ્રતીકાત્મક તસવીર

કોરોનાવાયરસ મહામારીને જોતાં દેશમાં 21 દિવસનું લૉકડાઉન ચાલું છે. 25 માર્ચથી શરૂ થયેલા લૉકડાઉનનો આજે આઠમો દિવસ છે. લૉકડાઉન દરમિયાન ઉત્તર પ્રદેશના દેવરિયામાં એક એવી ઘટના સામે આવી છે જ્યાં નવજાત શિશુના માતા-પિતાએ તેનું નામ 'લૉકડાઉન' રાખી દીધું છે.

દેવરિયાના ખુખુંદૂ ગામના રહેવાસી પવન કુમારની પત્ની નીરજા ગર્ભવતી હતી. 28 માર્ચના ગામના જ સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં નીરજાએ બાળકને જન્મ આપ્યો. જ્યારે બાળકનો જન્મ થયો તે દિવસે લૉકડાઉનનો ચોથો દિવસ હતો.

તેમણે તે જ દિવસે બાળકનું નામ 'લૉકડાઉન' રાખી દીધું. સ્થાનિક મીડિયા રિપોર્ટ પ્રમાણે બાળકની માતાનું કહેવું છે કે લોકોએ પહેલા આ નામની મશ્કરી કરી પણ પછી વખાણ કરવા લાગ્યા.

તો પિતાનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાવાયરસ મહામારી વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે. કોરોનાની આ જંગમાં સહયોગ કરવા માટે અમે અમારા બાળકનું નામ લૉકડાઉન રાખી દીધું છે જેથી લોકો આનાથી શીખ લઈને દેશના સુરક્ષા અભિયાનને સફળ બનાવે.

આવી જ ઘટના 'નાગરિકતા'ની પણ

ડિસેમ્બર 2019માં જ્યારે લોકસભામાં નાગરિકતા બિલ પાસ થયું તો હિંદૂ શરણાર્થિયોમાં આનંદનો માહોલ હતો. કેટલીક જગ્યાઓ શરણાર્થિયોએ આ બાબતે ઉજવણી કરી હતી. તો ભારતમાં સાત વર્ષથી રહેતાં એક હિંદૂ શરણાર્થીની પત્નીએ દીકરીને જન્મ આપ્યો હતો અને દીકરીનું નામ નાગરિકતા રાખી દીધું હતું.

offbeat news national news uttar pradesh coronavirus covid19