ચીનમાં આઇસક્રીમની કોવિડ ટેસ્ટ પૉઝિટિવ આવી

18 January, 2021 09:13 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

ચીનમાં આઇસક્રીમની કોવિડ ટેસ્ટ પૉઝિટિવ આવી

પ્રતીકાત્મક તસવીર

ચીનના ટિયાન્જિનની ડેકિયાઓડાઓ ફૂડ કંપનીએઆઇસક્રીમનાં ત્રણ સૅમ્પલ્સ ટેસ્ટ માટે લૅબોરેટરીમાં મોકલ્યાં, એ ત્રણેય સૅમ્પલ્સનો કોવિડ-૧૦નો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. હવે સ્થાનિકઆરોગ્ય ખાતાના અધિકારીઓ એ આઇસક્રીમના સંપર્કમાં આવેલા લોકોને શોધે છે. નૉર્થ તિયાન્જિન મ્યુનિસિપાલિટીના ક્ષેત્રમાં કાર્યરત આ ફૂડ કંપનીએ ૪૮૩૬ બૉક્સ આઇસક્રીમનું ઉત્પાદન કર્યું હતું. એમાંથી ૧૮૧૨ બૉક્સ વિવિધ પ્રાંતોમાં વેચાઈ ગયાં હતાં. જોકે બાકી બચેલાં ૨૦૮૯ બૉક્સ સીલ કરવામાં આવ્યાં છે. એ કંપનીના ૧૬૬૨ કર્મચારીઓને હાલ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. જોકે આ ઘટનાથી બહુ ડરી જવા જેવું નથી એવું યુનિવર્સિટી ઑફ લીડસના વાઇરોલૉજિસ્ટ સ્ટીફનગ્રીફિન સહિતના નિષ્ણાતોનું કહેવું છે.

offbeat news international news china coronavirus covid19