નાઇટક્લબ બની ગયું બ્લડ ડોનેશન સેન્ટર

10 December, 2020 09:45 AM IST  |  Lausanne | Gujarati Mid-day Correspondent

નાઇટક્લબ બની ગયું બ્લડ ડોનેશન સેન્ટર

બ્લડ ડોનેશન સેન્ટર બનેલું નાઇટક્લબ

આ સાથેની તસવીરમાં જબરો વિરોધાભાસ જોવા મળશે. ભોંયતળિયા પર હૉસ્પિટલ જેવા બેડ્સ છે અને સીલિંગ પરની સજાવટ ભવ્ય ઝુમ્મર અને ડાર્ક લાઇટ્સવાળી છે. આવું થવાનું કારણ એ છે કે આ જગ્યા એક સમયે નાઇટક્લબ હતી. સ્વિટ્ઝરલૅન્ડના લૉસાન ટાઉનમાં જ્યાં એક સમયે હજારો લોકો પાર્ટી મનાવતા અને ડાર્ક લાઇટ્સની અંદર ડ્રિન્ક્સ અને જુગારની મજા માણતા હતા એ જગ્યાને કોરોના પૅન્ડેમિકમાં બ્લડ ડોનેશન સેન્ટરમાં કન્વર્ટ કરી દેવામાં આવ્યું છે.

offbeat news international news coronavirus covid19 switzerland