મૉસ્કોમાં કોરોનાની વૅક્સિન મુકાવનારને આઇસક્રીમ ફ્રી

09 February, 2021 10:15 AM IST  |  Moscow | Gujarati Mid-day Correspondent

મૉસ્કોમાં કોરોનાની વૅક્સિન મુકાવનારને આઇસક્રીમ ફ્રી

વિશ્વના અનેક દેશોમાં કોવિડ-વૅક્સિન આપવાની શરૂઆત પુરજોશમાં થઈ ચૂકી છે. જોકે અધિકારીઓ અને મેડિકલ એક્સપર્ટ્સ દ્વારા ખાતરી આપવામાં આવી રહી હોવા છતાં અનેક લોકો  રસી મુકાવતાં અચકાઈ રહ્યા છે. વિવિધ દેશોમાં અધિકારીઓ રસીકરણના ફાયદા સમજાવવા ઉપરાંત એ સુરક્ષિત અને અસરકારક હોવા સંબંધે જાગૃતિ ફેલાવવાના પ્રયાસ કરી રહ્યા છે.

મૉસ્કોમાં એક વૅક્સિનેશન સેન્ટરે લોકોને રસી મૂકવા માટે આકર્ષવા નવી જ રીત અપનાવી છે. રશિયાની સ્પુતનિક-વી રસી મુકાવવા માત્ર ૩૮ ટકા લોકો જ આગળ આવ્યા હોવાથી આ કેન્દ્રમાં રસી મુકાવવા આવનારને મફત આઇસક્રીમની લાલચ આપવામાં આવી છે.

રશિયાના મૉસ્કોમાં સ્પુતનિક-વી રસીનો પુરવઠો વધુ છે અને અનેક લોકો રસીકરણની ઝુંબેશથી દૂર ભાગી રહ્યા હોવાથી આ સેન્ટરમાં લોકોને રસી મુકાવવા આઇસક્રીમની લાલચ આપવામાં આવી છે.

offbeat news international news coronavirus covid19 moscow