કોરોના ટેસ્ટ જાતે કરે એવો રોબો તૈયાર થયો ડેન્માર્કમાં

01 June, 2020 10:06 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

કોરોના ટેસ્ટ જાતે કરે એવો રોબો તૈયાર થયો ડેન્માર્કમાં

કોરોના ટેસ્ટ માટે ડેનમાર્કમાં રોબોટ તૈયાર

યુનિવર્સિટી ઑફ સધર્ન ડેન્માર્કની ૧૦ લોકોની ટીમે એવો રોબો તૈયાર કર્યો છે જે દરદીના મોં-નાકમાંથી સ્વૉબ લઈને એનું જાતે જ પરીક્ષણ પણ કરી શકે છે. આ રોબોને કારણે ચેપી વ્યક્તિઓને સૅમ્પલથી ડૉક્ટર અને પૅથોલૉજિસ્ટને વાઇરસના ડાયરેક્ટ સંસર્ગમાં નહીં આવવું પડે. આ વિશ્વનો સૌપ્રથમ ઑટોમૅટિક કોરોના ટેસ્ટિંગ રોબો છે જે થ્રી-ડી પ્રિન્ટરની મદદથી બન્યો છે. આ રોબોનો ઉપયોગ ટૂંક સમયમાં જ ટેસ્ટિંગ માટે શરૂ કરવામાં આવશે.

international news offbeat news coronavirus covid19 denmark