લૉકડાઉનમાં પંજાબ પોલીસે લાઠીને સૅનિટાઇઝ કરી રખડતા લોકોને દે ધનાધન દીધી

30 March, 2020 09:14 AM IST  |  Mumbai Desk

લૉકડાઉનમાં પંજાબ પોલીસે લાઠીને સૅનિટાઇઝ કરી રખડતા લોકોને દે ધનાધન દીધી

આઇપીએસ અધિકારી પંકજ નૈનેએ ટ્વિટર પર એક ફોટો અપલોડ કર્યો છે, જેની કૅપ્શનમાં લખ્યું છે કે અમે લૉકડાઉનની પૂરી તૈયારી કરી લીધી છે. ફોટોમાં પોલીસ રાઉન્ડ પર જતાં પહેલાં પોતાના ડંડાને સૅનિટાઇઝ કરતા જોવા મળી રહ્યા છે. આખા દેશમાં લૉકડાઉન લાગુ કરવાની જવાબદારી રાજ્યનાં પોલીસ દળોને સોંપવામાં આવી છે. લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવે એ માટે ગલી ગલીએ પોલીસ પૅટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ટ્વિટર પર પોસ્ટ કરાયેલા ફોટોની કૅપ્શનમાં વધુમાં લખવામાં આવ્યું છે, ‘આ કોઈ પિકનિક મનાવવા માટેની છુટ્ટી નથી. તમે સડક પર ફરીને તમારી સાથે જ અન્યોની સુરક્ષાને પણ જોખમમાં મૂકી રહ્યા છો.’ આવા લોકોને સમાજના દુશ્મન ગણાવીને તેમણે લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી હતી.

national news punjab coronavirus covid19 offbeat news