કર્મચારીના પિતાના મૃત્યુ પર કંપનીએ ૧ મહિનાની રજા અને હૉસ્પિટલનો ખર્ચ ઉઠાવીને દિલ જીતી લીધું

16 August, 2026 05:04 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

કોઈમ્બતુરની 50 વર્ષ જૂની કંપનીએ કર્મચારીના પિતાની ગંભીર બીમારી દરમિયાન આર્થિક મદદ કરી હતી. પિતાના નિધન બાદ કર્મચારીને તરત કામ પર બોલાવવાને બદલે એક મહિના સુધી પરિવાર સાથે રહેવાની છૂટ આપી અને મન સ્થિર થયા બાદ જ નોકરી પર પરત આવવા દીધી.

પિતાના નિધન પર કંપનીએ આપી 1 મહિનાની રજા અને સારવારનો ખર્ચ

કોઈ કર્મચારીના અંગત જીવનમાં મુશ્કેલી હોય ત્યારે કંપની એ સમજે એવું ભાગ્યે જ બને છે. કંપની હંમેશાં પોતાના નિયમોને જ ફૉલો કરતી હોય છે. અંગત સમસ્યાની સાથે કર્મચારીને ઑફિસના કામની પણ ચિંતા કરવી પડે છે, જોકે બૅન્ગલોરના એક ઑન્ટ્રપ્રનરે તેની બહેન જ્યાં જૉબ કરે છે એ કંપનીના વખાણ કરતો એક કિસ્સો શૅર કર્યો હતો. એ કંપનીમાં કામ કરતી એક છોકરીના પિતા અચાનક ગંભીર માંદગીમાં પટકાયા તો કંપનીના કર્મચારીઓએ ભેગા મળીને તેને આર્થિક મદદ કરી. એમ છતાં તેના પિતા બચી ન શક્યા. આ ઇમોશનલ આઘાતને જીરવવા માટે કંપનીએ તેને મોકળાશ આપી. તરત જ કામે ચડી જવાના ઑર્ડરને બદલે તેને જ્યારે ઠીક લાગે ત્યારે જૉઇન કરવાની મોકળાશ આપી. એ છોકરી એક મહિના સુધી તેના પરિવાર સાથે રહીન. અચાનક પરિવાર પર આવેલા વજ્રાઘાતની કળ વળ્યા પછી તેણે નોકરી જૉઇન કરી હતી. પેલા ભાઈએ આ કંપનીનું નામ તો ન કહ્યું પરંતુ એ કોઇમ્બતુરની ટ્રેડિશનલ કંપની છે અને ૫૦ વર્ષથી જૂની છે અને દુનિયાના ૪૦ દેશોમાં સામાન એક્સપોર્ટ કરે છે એવી સ્પષ્ટતા કરી હતી. 

bengaluru karnataka news offbeat news hatke news