ચાલો, બ્રશ કરવાનો ટાઇમ છે

05 July, 2020 09:07 AM IST  |  Mumbai Desk | Mumbai correspondent

ચાલો, બ્રશ કરવાનો ટાઇમ છે

પહેલાં હાથેથી એના પેઢાંને મસાજ કરે છે અને પછી મોટું બ્રશ લઈને દાંતના ખૂણેખાંચરે સફાઈ આદરે છે.

ઘણાં બાળકોને સવારે ઊઠીને દાંત સાફ કરવાનું ગમતું નથી હોતું, પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ એક વિડિયોમાં હિપ્પોપોટેમસભાઈને દાંત સાફ કરવામાં બહુ મજા આવતી હોય એવું લાગે છે. એક મિનિટના વિડિયોમાં ઝૂનો એક કર્મચારી હિપ્પો પાસે આવે છે અને મોં ખોલે છે. પહેલાં હાથેથી એના પેઢાંને મસાજ કરે છે અને પછી મોટું બ્રશ લઈને દાંતના ખૂણેખાંચરે સફાઈ આદરે છે. આ વિડિયો એક ઝૂનો છે અને એવું લાગે છે કે હિપ્પો માટે આ રુટિન છે અને તેને દાંતની સફાઈ થાય એમાં આનંદ આવે છે.

offbeat news national news international news