સ્કેટિંગ અને સ્કિપિંગનું સંયોજન:રોલર સ્કેટ પર ૩૦ સેકન્ડમાં ૧૪૭ દોરડાકૂદ

25 September, 2020 08:48 AM IST  |  Mumbai | Mumbai correspondent

સ્કેટિંગ અને સ્કિપિંગનું સંયોજન:રોલર સ્કેટ પર ૩૦ સેકન્ડમાં ૧૪૭ દોરડાકૂદ

સ્કેટિંગ અને સ્કિપિંગનું સંયોજન:રોલર સ્કેટ પર ૩૦ સેકન્ડમાં ૧૪૭ દોરડાકૂદ

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ બુકમાં નિતનવા રેકૉર્ડ બનતા રહે છે, જે એના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ-અકાઉન્ટ પર અપડેટ થતા રહે છે. જોરાવરસિંહ નામના ભાઈએ રોલર સ્કેટ પહેરીને ૩૦ સેકન્ડમાં સૌથી વધુ ૧૪૭ દોરડા કૂદવાનો રેકૉર્ડ બનાવ્યો છે.
હાઈ સ્કૂલમાં ઝોરાવરસિંહ ડિસ્ક્સ-થ્રોમાં માહેર હતા, પરંતુ એક અકસ્માતમાં ગંભીર ઈજા થયા બાદ તેમણે એ છોડવાની ફરજ પડી. ત્યાર બાદ તેમણે પોતાની ફિટનેસ જાળવવા દોરડાકૂદની પ્રૅક્ટિસ શરૂ કરી. જમ્પ રોપ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભાગ લીધા બાદ તેમણે આ ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ પુરવાર થવા ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવવાનો નિર્ણય લીધો. રોલર સ્કેટ પહેરીને જ્યાં સંતુલન જાળવીને ઊભા રહેવાનું અઘરું હોય છે ત્યાં જોરાવર દોરડા કૂદ્યા હતા અને એ પણ વીજળીવેગે.

international news offbeat news national news