પાળેલાં પ્રાણીઓના જ ફરમાંથી વસ્ત્રો કે ઍક્સેસરીઝ બનાવી શકાશે

20 January, 2020 09:10 AM IST  |  Mumbai Desk

પાળેલાં પ્રાણીઓના જ ફરમાંથી વસ્ત્રો કે ઍક્સેસરીઝ બનાવી શકાશે

ભરતગૂંથણનો શોખ ધરાવતી ૪૫ વર્ષની થેરેસા ફર પાલતું પ્રાણીઓના માલિકોને તેમનાં પ્રાણપ્યારા પ્રાણીઓથી જોડેલા રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પાળેલાં પ્રાણીઓના ફરમાંથી યાર્ન તૈયાર કરી એમાંથી આ પ્રાણીઓના માલિકો પહેરી શકે કે ઉપયોગમાં લઈ શકે એવી ઍક્સેસરીઝ તૈયાર કરવાનું કામ કરે છે.

થેરેસા એવા સમાજમાંથી આવે છે જે પ્રાણીઓના ફરમાંથી યાર્ન તૈયાર કરવામાં નિપુણતા ધરાવે છે. આ સમાજના લોકો પ્રાણીઓના વાળમાંથી યાર્ન તૈયાર કરી એમાંથી પ્રાણીઓના માલિકોને હુંફાળાં વસ્ત્રો કે અન્ય ઍક્સેસરીઝ તૈયાર કરી આપે છે.
૨૦૧૨માં થેરેસા તેની પ્રિય બિલાડીને ગુમાવ્યા બાદ એની યાદો સાથે જોડાયેલી રહેવા માટે તેની કૅટના મૃતદેહને જાળવી રાખવા ટૅક્સીડર્મિસ્ટની મદદ મેળવવા ચાહ્યું. આ માટે તેણે લગભગ આઠથી નવ મહિના રાહ જોવી પડી. આ પ્રક્રિયામાં તેણે થયેલા અનુભવથી પ્રેરાઈને પાળેલાં પ્રાણીઓની યાદને જીવંત રાખવા અન્ય ઉપાયો વિશે વિચારવા માંડ્યું ત્યારથી તેણે પાળેલાં પ્રાણીઓના વાળનું યાર્ન તૈયાર કરી એમાંથી ગરમ વસ્ત્રો કે એક્સેસરીઝ તૈયાર કરવાનું સૂઝ્યું.

તેને લાગ્યું હતું કે લોકો તેના આઇડિયાને હસવામાં ઉડાવી દેશે, પરંતુ લોકોએ તેના આ વિચારને વધાવ્યો અને તેના માટે એક નવા બિઝનેસનો માર્ગ ખુલ્લો થયો.

international news offbeat news