૧૦૦ વર્ષ જૂની કબરમાંથી માણસના વાળ બહાર નીકળ્યાનો દાવો

19 September, 2021 11:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૂજ લોકોએ કબ્રસ્તાનની સારસંભાળમાં બેદરકારી અને દફનાવાયેલા લોકોના પરિવારને થતા દુઃખની નોંધ લીધી હતી. જોકે જોએલ મોરિસને એ વાળનો નમૂનો કોરોનર્સ ઑફિસમાં લઈ જઈને ખરેખર માણસના વાળ છે કે નહી એની ખાતરી કરશે.

૧૦૦ વર્ષ જૂની કબરમાંથી માણસના વાળ બહાર નીકળ્યાનો દાવો

અમેરિકાના કૅલિફૉર્નિયા સ્ટેટના સૅક્રેમેન્ટો શહેરમાં એક કબરમાંથી વાળ બહાર નીકળેલા જોયા હોવાનો દાવો જોએલ મોરિસન નામના સ્થાનિક નાગરિકે સોશ્યલ મીડિયા પર કર્યો હતો. દુનિયામાં સાર્વજનિક બાબતોમાં વણમાગી સલાહ આપવા અને વિદ્વત્તાનું પ્રદર્શન કરવાની આદતવાળા લોકો સોશ્યલ મીડિયા પર વિશેષ સક્રિય રહે છે. એવા લોકોએ પોસ્ટની નીચે કમેન્ટ્સમાં તરેહતરેહની થિયરી રજૂ કરી દીધી હતી. જૂજ લોકોએ કબ્રસ્તાનની સારસંભાળમાં બેદરકારી અને દફનાવાયેલા લોકોના પરિવારને થતા દુઃખની નોંધ લીધી હતી. જોકે જોએલ મોરિસને એ વાળનો નમૂનો કોરોનર્સ ઑફિસમાં લઈ જઈને ખરેખર માણસના વાળ છે કે નહી એની ખાતરી કરશે.
૩૭ વર્ષના મોરિસને સોશ્યલ મીડિયા સાઇટ ટિકટૉક પર પોસ્ટ કરેલા વિડિયોમાં કહ્યું હતું કે ‘વૃક્ષોનાં મૂળ ફેલાવાને કારણે કેટલીક કબરોના ઉપરના પથ્થર ખસી ગયા હતા. મને એવું લાગ્યું કે આવું જોઈને મૃતકોના કુટુંબીજનોની લાગણીને ઠેસ પહોંચશે. કબ્રસ્તાનમાં વ્યવસ્થા જાળવવામાં બેદરકારી ખેદજનક હતી. મોતનો મલાજો ન જળવાતો હોવાનું ખુલ્લેઆમ દેખાતું હતું.’

offbeat news