વશીકરણને કારણે વાછૂટ : નર્સે કર્યો તદ્દન વિચિત્ર દાવો

16 October, 2021 08:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મારા પર વશીકરણ કરવામાં આવ્યું હતું અને મારા પ્રાઇવેટ પાર્ટ્સ પર હુમલો કરવામાં આવતો હતો, જેને કારણે મારા શરીરમાંથી હળવા અવાજના દબાણ સાથે ગૅસ વિસર્જિત થતો હતો.

પ્રતીકાત્મક તસવીર

અમુક ક્રિયાઓ શરીર આપમેળે જ કરતું હોય છે અને એમાં માણસની ઇચ્છા હોવા ન હોવાનું કોઈ મહત્ત્વ નથી. આવી ક્રિયાઓમાંની એક ક્રિયા છે શરીરમાંથી વાયુનું ઉત્સર્જન કરવાની એટલે કે વાછૂટની કે હવા છોડવાની ક્રિયા. આમાં માણસની ઇચ્છાશક્તિ કામ નથી આવતી, આ એક કુદરતી ક્રિયા છે.
બ્રિટનની નૅશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ) પર એક નર્સે દાવો કર્યો હતો કે મને મારા કામના સ્થળે ગુપ્ત રીતે વશીકરણ કરવામાં આવતું હતું, એને કારણે હું મારી ઇચ્છા વિરુદ્ધ વાછૂટ છોડી રહી હતી. હું અવાંછિત ગૅસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સમસ્યાથી પીડાઉં છું, જેને લીધે મારું પેટ ફૂલી જાય છે. વધુમાં તેણે એવો દાવો કર્યો હતો કે મારા પર વશીકરણ કરવામાં આવ્યું હતું અને મારા પ્રાઇવેટ પાર્ટ્સ પર હુમલો કરવામાં આવતો હતો, જેને કારણે મારા શરીરમાંથી હળવા અવાજના દબાણ સાથે ગૅસ વિસર્જિત થતો હતો.
સૅન્ડ્રા સેમસનની ઈ-મેઇલ મળ્યા બાદ એનએચએસએ તેને મનોવૈજ્ઞાનિકની મુલાકાત લઈ મૂંઝવણ દૂર કરવાનું કહ્યું, પરંતુ સૅન્ડ્રાએ માનસિક બીમાર ન હોવાનું જણાવીને મુલાકાત લેવાનું ટાળતાં ડિસેમ્બર ૨૦૧૯માં તેને સસ્પેન્ડ કરવામાં આવી હતી. સૅન્ડ્રાએ ટ્રસ્ટ પર  ખોટી રીતે છૂટી કરવામાં આવી હોવાનું જણાવતો દાવો ઠોક્યો હતો, પરંતુ જજે તેના એ દાવાનો અસ્વીકાર કર્યો હતો. 

offbeat news world news