પેપર-નૅપ્કિન પર પાંચ મિનિટમાં દોરાયેલા લોગો માટે કંપનીએ ૧૨ કરોડ ૫૦ લાખ રૂપિયા ચૂકવ્યા

27 April, 2024 11:46 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

૧૯૯૮માં સિટી બૅન્ક અને ટ્રાવેલર્સ ઇન્શ્યૉરન્સ કંપનીનું મર્જર થયું હતું અને આ માટે પૅન્ટાગ્રામને નવો લોગો બનાવવા કહેવામાં આવ્યું હતું

સિટી બૅન્કનો સિમ્પલ લોગો

જે-તે કંપનીના લોગો એની આગવી ઓળખ રજૂ કરે છે. ક્રીએટર્સ એને એક વાર બનાવે છે, પણ વાસ્તવમાં એ હંમેશાં માટે અંકિત થઈ જાય છે. યુનાઇટેડ સ્ટેટ્સની સિટી બૅન્કનો સિમ્પલ લોગો તમે જોયો હશે. આ લોગો એક ડિઝાઇનરે માત્ર પાંચ મિનિટમાં અને એ પણ પેપર-નૅપ્કિન પર બનાવ્યો હતો. આ લોગો કંપનીને ૧.૫ મિલ્યન ડૉલર એટલે કે ૧૨ કરોડ ૫૦ લાખથી વધુ રૂપિયામાં પડ્યો હતો.

૧૯૯૮માં સિટી બૅન્ક અને ટ્રાવેલર્સ ઇન્શ્યૉરન્સ કંપનીનું મર્જર થયું હતું અને આ માટે પૅન્ટાગ્રામને નવો લોગો બનાવવા કહેવામાં આવ્યું હતું. પહેલી જ મીટિંગમાં ડિઝાઇનરે પેપર-નૅપ્કિન પર ફક્ત પાંચ મિનિટમાં ટ્રાવેલર્સ ઇન્શ્યૉરન્સ કંપનીના લોગોમાં રહેલી છત્રીનો ઉપયોગ કરીને સિટી બૅન્કને નવો લોગો આપ્યો હતો. જ્યારે ક્લાયન્ટ સિટી બૅન્કે ડિઝાઇનરને પૂછ્યું કે આ એક સેકન્ડમાં કેવી રીતે તૈયાર થઈ શકે? ત્યારે ડિઝાઇનરે જવાબ આપ્યો કે એ એક સેકન્ડ અને ૩૪ વર્ષમાં થયું છે, એ એક સેકન્ડ અને મારા જીવનનાં આટલાં વર્ષોમાં અત્યાર સુધી મારા મગજમાં જે પણ હતું એનાથી તૈયાર થયું છે.

offbeat news international news united states of america