સિગારેટનો કશ ખેંચતો કરચલો સોશ્યલ મીડિયામાં વાઇરલ

24 September, 2020 09:23 AM IST  |  Mumbai | Mumbai correspondent

સિગારેટનો કશ ખેંચતો કરચલો સોશ્યલ મીડિયામાં વાઇરલ

સિગારેટનો કશ ખેંચતો કરચલો સોશ્યલ મીડિયામાં વાઇરલ

ધૂમ્રપાન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એ જાણતા હોવા છતાં એની લત લાગ્યા પછી છૂટી શકતી નથી. જોકે માણસોની આ આદત પર્યાવરણ અને અન્ય જીવો પર પણ અસર કરે છે. તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં સિગારેટ પીધા પછી એના બચેલા ટુકડાને જ્યાં-ત્યાં ફેંકી દેવામાં આવ્યો છે અને એક કરચલો સિગારેટના સળગતા ટુકડાને લઈને કશ મારતો જોવા મળી રહ્યો છે. ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસિસ ઑફિસર સુશાંતા નંદા પશુ-પક્ષીઓની દુર્લભ હરકતોને કૅમેરામાં કેદ કરવાના શોખીન છે. આવા વિડિયો તેઓ અવારનવાર સોશ્યલ મીડિયા પર અપલોડ પણ કરતા રહે છે જે ઝડપથી વાઇરલ પણ થઈ જતા હોય છે.
વિડિયોમાં કેટલાક યુવકો સિગારેટ પીને એનો બચેલો ટુકડો ફેંકી દે છે, જે કરચલાના હાથમાં આવી જતાં એ એનો કશ લે છે. જોકે કશ લીધા બાદ એમાંથી ધુમાડો નીકળતાં ગેલમાં આવી ગયેલો કરચલો વારંવાર કશ લેવાની કોશિશ કરી રહેલો જોઈ શકાય છે.

international news offbeat news