શૉપિંગ મેનિયા, ટ્રૉલી માટે મારામારી...

24 December, 2023 12:10 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

લંડન અને ન્યુ યૉર્કમાં અંતિમ ઘડીએ ખરીદીમાં ક્રિસમસના વિક્રેતાઓ વચ્ચે ટ્રૉલી માટે પણ યુદ્ધ છેડાયું છે

ટ્રૉલી માટે યુદ્ધ છેડાયું

સમગ્ર વિશ્વમાં ક્રિસમસનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, દેશ-દુનિયામાં લોકો પોતાના પ્રિયજન માટે સીક્રેટ સૅન્ટા બનીને ગિફ્ટ આપવા ખરીદી કરી રહ્યા છે તેમ જ લોકો ધામધૂમથી ઉજવણી કરવા માટે ઘર સજાવવાની વસ્તુ પણ ખરીદી રહ્યા છે ત્યારે લંડન અને ન્યુ યૉર્કમાં અંતિમ ઘડીએ ખરીદીમાં ક્રિસમસના વિક્રેતાઓ વચ્ચે ટ્રૉલી માટે પણ યુદ્ધ છેડાયું છે.

એટલું જ નહીં, લોકો પાંચ પાઉન્ડ એટલે કે ૫૦૦ રૂપિયાથી વધુની લાંચ પણ આપી રહ્યા છે, કારણ કે દુકાનદારોના શેલ્સ ખાલી થઈ ગયા છે. ક્રિસમસ શૉપિંગ માટે ભેગા થયેલા લોકોના ટોળાથી સુપરમાર્કેટ ભરાઈ જતાં મધ્યકાલીન યુદ્ધ જેવાં દૃશ્યો સર્જાયાં છે.

christmas london england offbeat news international news